કોતરવાડા પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક 4500 ચોપડા અર્પણ કરવામાં આવ્યા…

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગામના શિક્ષિત યુવાનો દ્વારા ઘોરણ 1 થી 11 ના તમામ વિધાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનુ વિતરણ કરવામાં આવશે..

દાતાઓ દ્વારા આચાર્યશ્રીઓને 4500 ચોપડા આપવામાં આવ્યા

વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે જેને નાથવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે પરંતુ આવી કોરોના માહામારી માં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો દરરોજ એક ટકનુ કમાઈ ને તેમનુ ગુજરાન ચલાવતા લોકોને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જોકે મુશ્કેલીના સમયમાં જીલ્લા અને તાલુકાઓમાં અનેક સેવાભાવી લોકો,સંસ્થાઓ તેમજ સેવાભાવી સંગઠનો દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને મદદરૂપ બનવાનું સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.. એવી જ રીતે બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા ગામે સરકાર શ્રી ના નિયમ મુજબ શાળાઓ ખોલવામાં આવી છે. બાળકો વિના શાળા ઓ ચાલુ કરવામાં આવી છે જ્યારે સરકાર શ્રી નો આદેશ થશે ત્યારે બાળકો શાળા એ આવતા થશે પરંતુ બાળકો ઘરે બેસી અભ્યાસ કરી શકે એના માટે દરેક વિધાર્થીને ચોપડાઓ બજારમાંથી ખરીદવા પડે છે એના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ ઉપર આવી મુશ્કેલીના સમયમાં આર્થિક ખર્ચનો ભાર હળવો થઈ શકે એવા હેતુ થી કોતરવાડા ગામમાં અભ્યાસ કરતા ધો. 1 થી 11 ના બાળકોને ગામના શિક્ષિત યુવાનો અને દાતાઓ દ્વારા એક લાખ થી વધારે કિંમતના ચોપડા નિઃશુલ્ક આપવાનુ આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામ ચોપડા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને આપવામાં આવ્યા છે જે બંને શાળાના સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરી તમામ ચોપડાઓનું વિધાર્થીઓને વિતરણ કરવામાં આવશે..આ પ્રસંગે G.K.T.S પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોરે કહ્યું હતું કે મુશ્કેલીના સમયમાં સેવાભાવીઓ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજની કીટો તો આપવામાં આવે છે પરંતુ આ મહામારીના સમયમાં ગામના ગરીબ અને મધ્યમવર્ગના લોકો ઉપર બાળકોના પુસ્તકો અને ચોપડાઓના ખર્ચનો વધારે ભાર ના પડે એવા હેતુથી ગામના તમામ વિધાર્થીઓને નિઃશુલ્ક ચોપડા આપવામાં આવ્યા છે એક બાજુ ધંધા રોજગાર બંધ હોવાના કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી અને બીજી બાજુ મોંઘવારી વધી રહી છે એવા સમયમાં નિઃશુલ્ક ચોપડા આપી વિધાર્થીઓને પ્રોત્સાહન આપવાનું સરાહનીય કામ ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે…વધુમાં કહ્યું હતું કે કોતરવાડા માં સરકાર દ્વારા માધ્યમિક શાળાનું મોટું બિલ્ડીંગ આપવામાં આવ્યું છે પરંતુ ભૌતિક સાધનો, કમ્યુટર લેબ,લાઈબ્રેરી જેવી અનેક પ્રકારની વસ્તુઓ ઘટે છે જે બાબતે સરકારમાં રજુઆત પણ કરવામાં આવી હોવા છતાં હજુ ફાળવણી થઈ નથી જેથી ગામ લોકોના સહકારથી માધ્યમિક શાળામાં ખૂટતી ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં એવી ગામ લોકો સમક્ષ વિનંતી પણ કરવામાં આવી હતી… ત્યારબાદ ઈશ્વરજી ઠાકોર તેમજ ડોક્ટર ભરતજી ઠાકોરે કહ્યું હતું કે દરેક તાલુકા દીઠ શિક્ષણ સમિતિ બની છે એવી જ રીતે હવે આપણે બધા યુવાનો મળીને કોતરવાડા ગામમાં પણશિક્ષણ સમિતિ બનાવી એ એટલે ગમેતેવી નાના મોટી શૈક્ષણિક કે સેવાકીય પ્રવૃતિ થઈ શકે જેમાં દિયોદર તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ અભેસિંહ ચૌહાણ, ડોક્ટર વિક્રમભાઈ ઠાકોર, ડોક્ટર ચંદુભાઈ ઠાકોઈ , નિકુલભાઈ ઠાકોર, કોતરવાડા તલાટી ક્રમ મંત્રી રોહીતભાઈ સોની,ભરતજી ઠાકોર ,કોતરવાડા સરપંચ મગનજી ઠાકોર,ડેલીકટ હરસંગજી ઠાકોર ,સોમાજી ઠાકોર આરોગ્ય કર્મચારી દિલીપભાઈ પઢીયાર ,ભુરાજી ઠાકોર,નાગજીજી ઠાકોર વગેરે સોશિયલ ડિસન્ટસીગ જાળવી ને દાતાઓ દ્વારા ચોપડા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી ને અર્પણ કરવામાં આવ્યા હતાજ્યારે કોતરવાડા માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી સવજીભાઈ તેમજ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી એ દાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો….

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા…

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTભારત વિકાસ પરિષદ, દીઓદર શાખા દ્વારા કોરોના વોરિયર્સ નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું…
OLDER POSTવાંકલ માં કવોરોન્ટાઈન સેન્ટર ના બને તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું..

COMMENTS

Wordpress (0)
Disqus (0 )