ઉમરપાડા તાલુકાના વાડીગામના વોડાફોન કંપનીના અનિયમિત નેટવર્ક સામે યુવાનો લડત આપવાના મૂડમાં.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નિલય ચૌહાણ દેગડીયા મોટામિયા માંગરોલ
ઉમરપાડા તાલુકાના વાડી ગામના યુવાન અગ્રણી જીમી વસાવા તેમજ તેમની ટીમ દ્વારા વાડીગામ ના વોડાફોન નું નેટવર્ક છેલ્લા એકાદ વર્ષથી યોગ્ય રીતે ચાલતું ન હતું, નેટ ની પણ સમસ્યા છે .હાલમાં કોરોનાની મહામારી માં શિક્ષણ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવતા હોય નેટ ઝડપથી ચાલતું ન હોવાને કારણે વિદ્યાર્થી નું ભણતર સાથે ભવિષ્ય પણ બગડે એવી પરિસ્થિતિ આવી પડી છે .ખૂબ જ ધીમી ગતિએ નેટ ચાલે છે. વોડાફોન કંપનીના એમ ડી તથા જનરલ મેનેજર ને આ બાબતે વાડી ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા આ બાબતે જાણ કરવામાં આવી છે.બેલેન્સ નાખવામાં આવે છે ઍ પણ ઉપયોગ વગર પુરુ થાય છે, જો 15 દિવસ આ કંપની ની સમસ્યા દુર ના થાય તો યુવાનો તથા સુરત જિલ્લાના કોંગ્રેસ સેવાદળના પ્રમુખ હરીશ વસાવાની આગેવાનીમા કંપની વિરુદ્ધ આવેદન આપી આંદોલન કરવામાં આવશે.એમ આગેવાનો એ જણાવેલ છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTભાજપના ધારાસભ્ય અને ભાજપના સભ્યો ભલામણ કરેલ હોય છતાં ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવતા સરકારી અધિકારીઓ
OLDER POSTઉમરપાડામાં રૂપિયા ૧૩ કરોડનાં ખર્ચે નિર્માણ થનાર વિવિધ માર્ગો નો ખાત મુહુર્ત મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું…

COMMENTS

Wordpress (0)
Disqus (0 )