સંતરામપુર નગરમાં અન લોકડાઉન-૧ માં પાનના ગલ્લા – તમાકુ વિક્રેતા ની દુકાનો ખુલેલ છે .

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


લોકડાઉનનો સમયગાળામાં સંતરામપુરમાં તમાકુ –વિમલ- ગુટકા સિગારેટ- તમાકુ ના ડબ્બા વેચાણ કરનારા જથ્થાબંધ વેપારીઓ એ આડેધડ મરજી મુજબ ચાર ગણી કિંમત વસૂલીને તમાકુને સિગરેટના બંધાણીઓને લુટેલ હતા . . હાલમાં પણ પુર્ન: લોકડાઉનની અફવા ને લીધે તમાકુને સિગરેટ- મિરાજ- વિમલ ગુટકા ના બંધાણીઓ અને નાના છૂટક વેપારીઓ સંગ્રહખોરી કરતાં આ ચીજવસ્તુઓના ભાવ નગરમાં આસમાને ચડેલા જોવા મળે છે ને એ બંધાણીઓ લૂંટાઈ રહેલ છે
સંતરામપુર નગરમાં થી પોલીસે લોકડાઉન ના સમયગાળા દરમ્યાન પ્રતિબંધિત તમાકુની બનાવટની ચીજવસ્તુઓનો મોટો જથ્થો રેડ કરી પકડેલ અને પોલીસે જે તે સમયે ૪૧(૧)(ડી)મુજબની કાર્યવાહી કરીને જથ્થો કબજે લીધેલ હતો પોલીસે રેઈડ કરતાં જે તે સમયે આ વેપારીઓ દ્વારા પાકા બીલો રજુ કરેલ નહીં કે કોઈ આધારપુરાવા પણ રજૂ કરેલ નથી
અત્યંત આધારભૂત રીતે જાણવા મળતી માહિતી મુજબ પોલીસે કબજે કરેલ તમાકુ ની બનાવટ નો જથ્થો સબંધી જેની પાસેથી આ જથ્થો વગર પાકા બિલ વગરનો મળેલ છે તે વેપારીઓ દ્વારા હજુ સુધી બિલ રજૂ કરેલ ના હોય તો આવા બિલ વગર નો જથ્થો જે પોલીસે કબજે લીધેલ છે તો તે સંદર્ભ માં આગળની જરૂરી કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે
સંતરામપુર નગરમાં વિમલ મિરાજ સિગરેટ તૈયાર તમાકુના મસાલા ના ગુટકા તમાકુનો હોલસેલ જથ્થાબંધ ધંધો કરનારાઓ દ્વારા છૂટક નાના વેપારીઓને પાનના ગલ્લા વાળાઓને માલસામાન વેચે છે પરંતુ પાકા બીલ નહી અપાતા હોવાનું ચર્ચાય છે આમ બિલ વગર નો તમાકુ ને તેની બનાવટ નો માલ સામાન નું વેચાણ થતા સરકારની આવક ને જીએસટી નું નુકસાન થાય છે અને જથ્થાબંધ વેપારીઓ પણ માલ સામાન બે નંબરમાં લાવતા હોવાનું અને કેટલાક રાજસ્થાનથી પણ લાવતા હોવાનું ચર્ચાય છે ને ડુપ્લીકેટ તમાકુ વિમલ મિરાજ નું પણ ધૂમ વેચાણ થતું હોવાનું પણ ચર્ચાય છે ત્યારે તંત્ર સક્રિયતા દાખવે તે જરૂરી છે
સંતરામપુર ઈન્દ્ર વદન વ પરીખ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTશનિવારે મોસાલી વીજસબસ્ટેશનમાં .મેઈન્ટેન્સનું કામ હોય, ૧૩ વીજફીડરોનો
OLDER POSTહવે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મળશે માસ્ક ,સેનેટાઈઝર, અને PPE કીટ ઓટોમેટીક વેન્ડિંગ મશીન દ્વારા…

COMMENTS

Wordpress (0)
Disqus (0 )