જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં અંદાજીત રૂ.૬૮૬.૮૧ લાખના ખર્ચે ૫૪ ગામોના ૫૯૬૨ ઘરોને આવરી લેતી ગ્રામિણ પેયજળ યોજના મંજૂર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મંજૂર થયેલી તમામ યોજનાઓ ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ

કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી

ભરૂચ જીલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને આજે ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં ભરૂચ જિલ્લાના ટ્રાયબલ વિસ્તારના ૫૦, જનરલ વિસ્તારની ૪ યોજના મળી ૫૪ ગામોના કુલ – ૫૯૬૨ ઘરોને નળ જોડાણ માટે આવરી લેતી અંદાજીત રૂ.૬૮૬.૮૧ લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામિણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
જલ જીવન મિશન હેઠલ નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ટ્રાયબલ વિસ્તારની ૫૦ ગ્રામ્ય પેયજળ યોજનાઓમાં આમોદ તાલુકામાં ૦૪, અંકલેશ્વર તાલુકામાં ૦૩, વાલીયા તાલુકામાં ૧૫, ઝઘડિયા તાલુકામાં ૧૪, નેત્રંગ તાલુકામા ૧૪ નો સમાવેશ થાય છે જ્યારે જનરલ વિસ્તારની ૦૪ ગ્રામ્ય પેયજળ યોજનાઓમાં ભરૂચ તાલુકામાં ૦૩ અને જંબુસર તાલુકાના એક યોજનાનો સમાવેશ થાય છે.
બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા દ્વારા જિલ્લામાં મંજૂર થયેલી ઉક્ત પેયજળ યોજના ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ તે જોવાનો અમલીકરણ અધિકારીશ્રીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
કલેક્ટરશ્રીએ બેઠકમાં કેન્દ્ર સરકારના જલ જીવન મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલી યોજનાની તાલુકા મુજબ સમીક્ષા કરાઇ હતી તથા ૧૦૦% નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજુ કરેલ આયોજન મુજબ સમયમર્યાદામાં કામગીરી પુર્ણ કરવા હિમાયત કરી હતી.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠાશ્રી જી.બી.વસાવા, યુનિટ મેનેજરશ્રી દર્શનાબેન સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTહવે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મળશે માસ્ક ,સેનેટાઈઝર, અને PPE કીટ ઓટોમેટીક વેન્ડિંગ મશીન દ્વારા…
OLDER POSTકેશોદ નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોએ છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચાર આચરવામાં માજા મુકતા કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર

COMMENTS

Wordpress (0)
Disqus (0 )