માંગરોળ તાલુકાનાં શેઠી ગામે બે કોરોનાં વાઇરસનાં પોઝીટીવ કેસ નોંધતાં વહીવટીતંત્રે એક ફળિયાને કન્ટેનમેન્ટ ઝોન અને અન્ય ત્રણ ફળિયાને બફરજોન જાહેર કર્યા. 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
નઝીર પાંડોર – મોટામિયાં માંગરોળ

       માંગરોળ તાલુકાનાં શેઠી ગામે ગઈકાલે  કોરોનાં વાઇરસનાં બે પોઝીટીવ કેસ નોંધતાં વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું.

       શેઠી ગામે મુંબઈથી એક કપલ તથા સગાનાં ત્રણ બાળકો મળી કુલ પાંચ વ્યક્તિઓ આવ્યા હતા,જેમાંથી પતિ-પત્નીનાં આરોગ્ય વિભાગ દ્વારા બ્લડનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનાં રીપોર્ટ આજે આવતાં પતિ-પત્નીનાં પોઝીટીવ રીપોર્ટ આવતાં વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું, આ બંનેને સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે,બીજી તરફ ગામમાં સેનેતાઈઝર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ વહીવટીતંત્ર તરફથી આ ગામમાં જે ફળિયામાં આ બનાવ બન્યો છે એ ફળિયાને કન્ટેનમેન્ટઝોન અને નજીકનાં ત્રણ ફળિયાઓને બફરઝોન જાહેર કરતું જાહેરનામુ સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા દ્વારા જાહેર  કરાતાં આનો અમલ શરૂ થઈ ગયો છે, આવશ્યક ચીજ વસ્તુ સિવાય અન્ય કોઈ વસ્તુનાં વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTસ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કોરોના મહામારી માં લોકો ની રોગપ્રતિકારકશક્તિ વધારવા માં ઉકાળા વિતરણ
OLDER POSTમાંગરોળનાં નાનીનરોલી ગામનાં  શખ્સ ઉપર થયેલાં જીવલેણ હુમલામાં ત્રણ સામે FIR દાખલ કરી,આરોપીઓને વોન્ટેડ જાહેર કરતી માંગરોળ પોલીસ.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )