ડભોઇ નગરીમાં માસ્ક વગર ફરતા નાગરિકો સામે પોલીસ તંત્ર નગરપાલિકા તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજરોજ લાંબા વિરામ બાદ ડભોઈ નગર પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર નગરમાં એક્શનમાં આવ્યું હતું અને ડભોઇ નગરમાં કોરોનાવાયરસ નો ફેલાવો ન થાય તે માટે તકેદારીરૂપ પગલાં ના ભાગરૂપે ડભોઇ નગરમાં માસ્ક વગર ફરતા બેજવાબદાર નાગરિકો સામે દંડનીય કાર્યવાહી આરંભી હતી જેમાં ૧૨ જેટલા નાગરિકો માસ્ક વગર ફરતા ઝડપાયા હતા અને તેમની પાસેથી અંદાજિત ૨૪૦૦ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.સદર કાર્યવાહી માં પોલીસ તંત્ર ના અધિકારી અને નગરપાલિકાના તંત્ર માંથી સંદીપભાઈ દરજી (સેન્ડી), શિવમભાઈ તડવી , એલ. વી. શાહ, દિલીપભાઈશાહ,નરેશભાઇ રઠવિ(SI)અને પોલીસ સ્ટાફ સાથે મળી આ કામગીરી પૂર્ણ કરી હતી.

નગરમાં ચાલતી ચર્ચા મુજબ ડભોઇ નગરમાં હાલમાં પાચજેટલા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ મળી આવ્યા છે ત્યારે આવી કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા કડકાઈ થી કરવામાં આવે તો નગરના નાગરીકોને આવી મહામારી ના સંક્રમણથી બચાવી શકાય તાજેતરમાં અપાયેલી છૂટછાટો થી ડભોઈ નગરના બજારો ધમધમતા થયા છે જેના ભાગરૂપે નગરમાં લોકોની ચહલ-પહલ વધી છે .ત્યારે કેટલીક જગ્યાઓ જેવી કે લારી ગલ્લાઓ, શાકભાજી ફળફળાદી ના ફેરિયાઓ ,ખાણીપીણીની દુકાનો, તેમજ મોલ- સુપર સ્ટોર જેવી જગ્યાઓએ સહેજ પણ સોશિયલ ડિસ્ટન્સીગ જોવા મળતું નથી. જે આવનારા સમય માટે જોખમકારક સાબિત થાય તેમ છે તો આવા સ્થળો ઉપર તંત્ર કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.

રિપોર્ટિંગ .વિજય કુમાર બારોટ ડભોઇ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTડભોઈ શ્રી બદ્રીનારાયન મંદિર ખાતે સોશિયલ distance તેમજ માસ્ક પહેરીને ભક્તોએ આમ્ર ઉત્સવ મનાવ્યો
OLDER POSTડભોઇ તાલુકાના ચાંદોદ કરનાડી બ્રિજ નીચે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર ખોદકામ ઝડપાયું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )