માંગરોળ : જૂનાં કોસંબા ખાતે  ભરચક વિસ્તારમાં મૂકેલા ટી.સી.માં ભભૂકેલી આગ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
નઝીર પાંડોર – મોટામિયાં માંગરોળ

           માંગરોળ તાલુકાનાં જૂનાં કોસંબના ભરચક વિસ્તારમાં મુકેલા વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી.

            તાલુકાનાં જૂનાં કોસંબા ખાતે બચક એરીયામાં ડી.જી.વી.સી.એલ. દ્વારા વીજટ્રાન્સફોર્મર મુકવામાં આવેલું છે,આ ટ્રાન્સફોર્મરમાં  વહેલી સવારે એકાએક આગ લાગતાં આ વિસ્તારમાં રહેતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી, જો કે આ વિસ્તારનાં આગેવાન યુસુફ માસ્તર નામનાં શખ્સે કોસંબા, ડી.જી.વી. સી.એલ.ની કચેરીને જાણ કરતાં ડી.જી.વી.સી.એલ. નાં અધિકારીઓ દોડી આવ્યા હતા, જો કે આ બનાવથી કોઇ જાનહાની કે મોટું નુકસાન થવા પામ્યું નથી. આગ ક્યાં કારણોસર લાગી એનું કારણ હજું જાણી શકાયું નથી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTપાવીજેતપુરના મોરડુંગરીથી કરજવાટ વચ્ચે વીજ પોલથી અકસ્માતની ભીતિ
OLDER POSTઆવતીકાલે વિશ્વપર્યાવરણ દિન હોય,ઝંખવાવ ગામે બસો વૃક્ષનાં રોપાઓનું કરાયેલું વિતરણ.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )