લાખણી : સુજલામ્ સુફલામ્ પાણી પહોંચતા ખેડૂતો દ્વારા નર્મદા મૈયાના ના વધામણા કરાયા..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ખેડૂતો ની જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલ માં છેલ્લા કેટલાક સમય થી પાણી બંધ હતુ.જેને લઈ આમ આદમી પાર્ટી ના નેતા ભેમાભાઈ ચૌધરી દ્વારા 75 કલાક માટે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું તારીખ ૨૧/૦૫/૨૦૨૦ ના રોજ ચાંગા પંપીંગ સ્ટેશન થી રામપુરા (જસાલી) માં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું.ત્યારે આજે લાખણી તાલુકા પુલિયા પાસે પાણી પહોંચતા ખેડૂતો દ્વારા નર્મદા મૈયા ના વધામણા કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા ભેમાભાઈ ચૌધરી ની આગેવાનીમા ખેડૂતો ઉપસ્થિત રહી નર્મદા મૈયાના વધામણાં કર્યા હતા. મુકેશભાઈ, નટુભાઈ, કરસનભાઈ ,જામાભાઈ, ભગાભાઈ વગેરે ખેડૂતો હાજર રહી નર્મદા મૈયા ના વધામણા કર્યા હતા જો.કે વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ભેમાં ભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જગતના તાત ડિજિટલ આંદોલન સમિતિ ખેડૂતો માટે આંદોલન ચલાવી રહી છે તેને ટેકો જાહેર કરવામાં આવે છે.અને સરકાર સામે મુખ્ય ત્રણ માંગણી કરીએ છીએ.(૧) ખેડૂતોને તાત્કાલિક સો ટકા વીમો ચૂકવવામાં આવે (૨) ખેડૂતો ના દેવા માફ કરવામાં આવે અને (૩) પાલભાઈ ઉપર જે પોલીસ દમન ગુજારવામાં આવ્યો છે તેને ન્યાય આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી અને પાણી છોડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો…

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTસાંસદ મનસુખ વસાવાને ફોન પર મળી જાનથી મારી નાંખવાની મળીધમકી..
OLDER POSTકેશોદમાં નોંધાયો ૫૭ મીમી વરસાદ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )