અંકલેશ્વર માં કનોડરીયા કંપની ની સામે ઝાડીમા  યુવક ની થયેલ હત્યા નો ભેદ ઉકેલાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

 =જીઆઇડીસી પોલીસે ગણતરીના કંલાકો મા ભેદ ઉકેલી પતિ પત્ની ની ધરપકડ કરી હતી

=દિપક ની પત્ની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો મૃતક પપ્પુ મંડલ

અંકલેશ્વર જીઆઇડીસીમા આવેલ કનોડરીયા કંપની સામે  ઝાડીમાં થી ૨૫ વર્ષીય પરપ્રાંતીય યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો
જીઆઇડીસી પોલીસે આધારકાર્ડ ના આધારે યુવક ની ઓળખ કરી હત્યા નો ગુનો નોંધી ઝીણવટ ભરી તપાસ કરતા ગણતરી ના કલાકો માં પતિ પત્ની ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે  

પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી મા આવેલ કનોડરીયા કંપની ની સામે બાવળની  ઝાડીમા ગત  તારીખ ૩૧ મીના રોજ મૂળ બિહાર નો અને હાલ અંકલેશ્વર ની લક્ષ્મણ નગર માં રહેતા પપ્પુ દ્રુપલાલ મંડલ ની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો જીઆઇડીસી પોલીસે મૃતદેહ પાસેથી લોહી ના ડાઘ વાળા પથ્થર અને રોકડ રકમ મળી આવી હતી પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા મૂળ બિહાર ના અને હાલ ગોલ્ડન ફાઇવ કંપની ના રૂમ માં રહેતા   ખુશ્બુદેવી દિપક મંડલ અને પતિ દિપકકુમાર રામચંદ્ર મંડલે  પપ્પુ મંડલ ની હત્યા કરી હોવાનુ બહાર  આવ્યું હતું મૃતક  પપ્પુ મંડલ ખુશ્બુદેવી સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો જેથી પતિ પત્ની કંટાળી જતા પપ્પુ મંડલ ને કનોડરીયા કંપની ની સામે ઝાડીમા મળવા બોલાવી પપ્પુ મંડલ ના મોઢે તથા માથા મા મારમારી  પપ્પુ મંડલ ની હત્યા કરી ફરાર થઇ ગયા હતા  જીઆઇડીસી પોલીસે પતિ  દિપક મંડલ અને તેની પત્ની ખુશ્બુદેવી ની અટકાયત કરી  બન્ને ને કોવિંદ-૧૯ ના ટેસ્ટ અર્થે  ભરૂચ ની સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા અને બન્ને પતિ પત્ની ના રિપોર્ટ  નેગેટીવ આવ્યા બાદ  ધરપકડ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTભરૂચ ના અંકલેશ્વર શહેર પો.સ્ટે. ના ઘરફોડ ચોરીના બે ગુનાઓમા વોંન્ટેડ આરોપી ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
OLDER POSTહાંસોટ ના આલીયાબેટ ખાતે દરિયા અને નદીનાં સંગમ સ્થાને ડૂબી જનારા હાંસોટ ના ત્રણ યુવાનો નાં મૃતદેહો મળ્યા એક લાપતા 

COMMENTS

Wordpress (0)
Disqus (0 )