વઢવાણ ટાઉન , તથા ખારાગોઢા સીમમાંથી દેશી દારૂ તથા આથાનો જથ્થો કબ્બે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વઢવાણ કોળીપરામાંથી દેશી દારૂ લીટર -૧૮૫ કિ.રૂ .૩,૭૦૦ / – તથા પાટડીના ખારાગોઢા સીમમાંથી દેશી દારૂ લીટર -૧૦ તથા આથો લીટર -૧૧૦૦ કુલ કિ.રૂ .૨૪૦૦ / – નો મુદામા કબ્જે કરાયો

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ હાલે કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ અંગે અસરકારક કાર્યવાહી કરવાની સાથોસાથ જીલ્લામાંથી પ્રોહીબીશન / જુગાર ની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અંગે અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા શ્રી ડી.એમ.ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય ,

જે અન્વયે શ્રી ડી.એમ.ઢોલ સાહેબ . એલ.સી.બી. પો.સબ.ઇન્સ.શ્રી વી.આર.જાડેજા સાહેબની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં પ્રોહી જુગારની બદી સાથે સંકળાયેલ ઇસમો ઉપર રેઇડો કરી પ્રોહી જુગારના સફળ કેશો શોધી કાઢવા જરૂરી સુચના માર્ગદર્શન આપી રવાના કરતા એલ.સી.બી. ટીમ દ્રારા વઢવાણ ટાઉન વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગ ફરી પેટ્રોલીંગ દરમ્યાન ચોકકસ હકીકત મેળવેલ કે વઢવાણ , કોળીપરામાં રહેતો જયેશભાઇ મનસુખભાઇ કોળી પોતાના રહેણાંક મકાને દેશી દારૂ રાખી વેચાણ કરવાની ગે.કા. પ્રવૃતિ કરે છે . અને હાલે તેની પ્રવૃતિ ચાલુ છે જેથી એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે તાત્કાલીક બાતમીવાળી જગ્યાએ છાપો મારતા આરોપી જયેશભાઇ મનસુખભાઇ કોળી રહે . કોળીપરા , વઢવાણ , વાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં દેશી દારૂ લીટર -૧૮૫ કી.રૂા . ૩૭૦૦ / – નો રાખી રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવતા મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધ વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુન્હો રજી . કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

બાદ એલ.સી.બી. ટીમ દ્વારા પાટડી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે , આરોપી મુનાભાઇ ભીખાભાઇ ઠાકોર રહે.ખારાગોઢા તા.પાટડી વાળો ખારાગોઢા ગામની સીમમાં દુધેલી સીમ વિસ્તારમાં બાવળોની કાંટમાં દેશી દારૂ ગાળવાનો આથો રાખી દેશી દારૂ ગાળે છે . અને હાલે તેની આ પ્રવૃતિ ચાલુ છે . જેથી એલ.સી.બી. ટીમ દ્વારા તાત્કાલીક બાતમીવાળી જગ્યાએ છાપો મારી બાવળોની કાંટમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર -૧૧૦૦ / – કિ.રૂ .૨૨૦૦ / – તથા દેશી દારૂ લીટર -૧૦ કિ.રૂ .૨૦૦ / – મળી કુલ કિ.રૂ .૨૪૦૦ / – નો મુદામાલ કબ્બે કરી મજકુર આરોપી હાજર મળી નહી આવતા મજકુર આરોપી વિરૂધ્ધ પાટડી પોલીસ સ્ટેશનમાં પ્રોહી ધારા મુજબ ગુન્હો રજી . કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

રેડીંગ પાર્ટી .

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ સાહેબના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ શ્રી વી.આર. જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. વાજસુરભા લાલુભા તથા રૂતુરાજસિંહ નારસંગભાઇ તથા પો.હેડ.કોન્સ . હિતેષભાઇ જેસીંગભાઇ તથા જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા નિકુલસિંહ ભુપતસિહ તથા અમરકુમાર કનુભા તથા પો.કોન્સ . જયેન્દ્રસિંહ જેઠીભા તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા અશ્વીનભાઇ ઠારણભાઇ એ રીતેની ટીમ દ્વારા પ્રોહી ધારા હેઠળ બે અલગ અલગ કેશો શોધી કાઢેલ છે .

દીપકસિંહ વાઘેલા, લીંબડી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTએક્સપેરિમેન્ટલ સ્કૂલ, સુરતમાં વિદાય સન્માન સમારોહ
OLDER POSTકોરોના (covid-19) અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, આણંદ દ્વારા કરવામાં આવેલ કામગીરી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )