નાંદોદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલ નવાગામ, લીમડી, વાગડીયા, કેવડિયા, ગોરા, કોઠી વગેરે ગામોના અસરગ્રસ્ત લોકોને તંત્ર દ્વારા થતી કનડગત દૂર કરવા તથા માંગણીઓ પૂરી કરવા બાબતે પત્ર લખ્યો.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલ નવાગામ, લીમડી, વાગડીયા, કેવડિયા, ગોરા, કોઠી વગેરે ગામોના અસરગ્રસ્ત લોકોને તંત્ર દ્વારા થતી કનડગત દૂર કરવા તથા માંગણીઓ પૂરી કરવા બાબતે પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે ઘણા સમયથી સતત સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્તોને તંત્ર દ્વારા ઘણીજ કનડગત થાય છે. વાતમાં વાત પોલીસ દ્વારા આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે. ખોટા ખોટા કેસો કરવામાં આવે છે. અમાનવીય વર્તન કરવામાં આવે છે. જેથી આપોને નીચે જણાવ્યા મુજબ મુદ્દાઓ પર ધ્યાન દોરીએ છીએ અને તેનું તાત્કાલિક નિરાકરણ કરવા વિનંતી કરીએ છીએ.
વધુમાં અસરગ્રસ્ત ગામના ખેડૂતોના કબજામાં જમીન છે તે જમીનો ખેડૂત પાસે જ રહે, સરકાર તેમજ નર્મદા નિગમ દ્વારા જમીન અધિગ્રહણ અધિનિયમ હેઠળ યોગ્ય કાર્યવાહી વિના જમીન સંપાદન ન કરવી, લોકડાઉન સમય આદિવાસી પરિવારો ઉપર અત્યાચારો કરીને જે ફેન્સી નું કામ કરવામાં આવી રહ્યું છે તે તાત્કાલિક બંધ કરવું, જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ કર્મીઓ દ્વારા સ્થાનિક અસરગ્રસ્ત આદિવાસીઓ ઉપર અમાનવીય અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ તેમજ નર્મદા નિગમ દ્વારા પ્રવાસન વિકાસ સંદર્ભ નિર્ણાયક બાબતોમાં સ્થાનિક આગેવાનો તેમજ હોદ્દેદારો નો વિશ્વાસ સંપાદન કરી કાર્ય કરવું, અસરગ્રસ્ત ગામોની માંગણીઓ સરકાર તાત્કાલિક ધોરણે પૂરી કરે, કેવડિયા ખાતે ના આદિવાસી પરિવારોને લોકડાઉનના સમયમાં દરમિયાન પોતાના ઘરોમાંથી ખસેડવા અને તાર ફેન્સીંગ કરવા માટે સરકારે કોઈ આદેશ હુકમ લેખિતમાં કરેલ છે કે કેમ ? તે જણાવવા અંગે રજૂઆત કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આદિવાસીઓ માટે સી.એમ.રુપાણીને સંબોધતો એક પત્ર લખ્યો.
OLDER POSTસ્ટેચ્યુ ઓફ યુનિટી 6 ગામ વિરોધ: કોંગ્રેસ મહામંત્રી ડિટેઈન, મહિલાઓ ઉતરી રસ્તા પર

COMMENTS

Wordpress (0)
Disqus (0 )