મહિસાગર જિલ્લામાં કોરોના વાયરસ સામે લેવામાં આવી રહેલ પગલાઓથી સંતોષ વ્યક્ત કરતા આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજ્યના અગ્ર સચિવશ્રી જયંતિ રવિના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ આજે મહિસાગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા.
આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિએ મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહિસાગર જિલ્લામાં કોરોના વાયરસના સામે આવી રહેલ કેસો સંદર્ભે બેઠક યોજી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી અને જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત જિલ્લાની આરોગ્ય ટીમની ઉપસ્થિતિમાં આરોગ્ય અગ્ર સચિવ શ્રી જયંતિ રવિએ ચોથા લોકડાઉન સુધીમાં કોરોના વાયરસના સંક્રમણ સામે નાગરિકોને રક્ષણ મળે તે માટે મહિસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં લેવામાં આવી રહેલ પગલાઓ પ્રતિ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે લેવામાં આવી રહેલ અસરકારક પગલાંઓને કારણે જિલ્લામાં પરિસ્થિતિ એકંદરે સારી રહી છે. આમ ટીમ મહિસાગરની કામગીરી સંતોષકારક રહેવા પામી છે. અને હજુ પણ વધુ અસરકારક પગલાં કેવી રીતે ભરી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આરોગ્ય અગ્ર સચિવ શ્રી જયંતિ રવિએ કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કોરોના વોરીયર્સને રોજ પાંચથી દસ મિનિટની તાલીમ આપવા અંગેની તેમજ કોવિડ હોસ્પીટલ અને કોવિડ કેર સેન્ટર ને રોજ સેનીટાઇઝ કરવા અંગેનું સૂચન કર્યું હતું.
શ્રી જયંતી રવિએ બેઠક દરમિયાન જિલ્લાના તમામ તાલુકાવાર અને કન્ટેઇન્મેન્ટ ઝોન વાર કરવામાં આવી રહેલ કામગીરીની તેમજ પોઝીટીવ કેસો અંગેની વિગતવાર સમીક્ષા કરી જે વિસ્તારમાં વધુ પોઝીટીવ કેસો આવતા હોય તે વિસ્તાર માટે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવાનું સૂચના કર્યું હતું.
શ્રી જયંતિ રવિએ ખાસ કરીને ૫૦ વર્ષથી ઉપરના અતિ ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓની ખાસ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ માટે પ્લસ ઓક્સિલેટર વસાવવા અંગે પણ સૂચન કર્યું હતું.
શ્રી જયંતી રવિએ ખાસ કરીને જિલ્લાના તમામ તાલુકાના ગામે ગામ નાગરિકોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવા માટેની, બહારથી આવનાર વ્યક્તિઓની દેખરેખ માટે નિગરાની સમિતિ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા-તાલુકાના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓને જવાબદારી સોંપીને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રતિ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રી જયંતિ રવિએ જિલ્લાના આરોગ્ય વિભાગ સહિત વહીવટી, પોલીસ અને પંચાયતના તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવાનું જે આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રતિ પણ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીએ અગ્ર સચિવશ્રીને જરૂરી માહિતી પૂરી પાડી હતી.
આ બેઠકમાં તબીબી સેવાના અધિક નિયામક ડો.એચ.કે.ભાવસાર, પીએસએમ વિભાગના ડો. કાદરી અને એપેડેમીક વિભાગના ડો.દિનકર રાવલ સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.ઠક્કર, ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એસ.બી.શાહ, પ્રાંત અધિકારીશ્રીઓ અને તમામ તાલુકા હેલ્થ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંતરામપુર ઇન્દ્રવદન .વ પરીખ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઅગ્ર સચિવશ્રી જયંતિ રવિની સૌજન્ય શીલતા
કોરોનાને હરાવનાર અને વય નિવૃત્તિથી નિવૃત્ત થઇ રહેલા આરોગ્ય કર્મીને શુભેચ્છા પાઠવી
OLDER POSTરાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી જયંતિ રવિએ લુણાવાડા ડુંગરા ભીંત કન્ટેઇન્મેન્ટ ઝોનની તેમજ કોવિડ હોસ્પિટલ, બાલાસિનોરની મુલાકાત લીધી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )