નર્મદા જિલ્લામાં ધો .૧ થી ૮ માં અભ્યાસ કરતા ૬૯૧૧૩ જેટલા બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કરાયું ચોથા તબક્કાનું અનાજ વિતરણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નર્મદા જિલ્લામાં ધો .૧ થી ૮ માં અભ્યાસ કરતા ૬૯૧૧૩ જેટલા બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કરાયું ચોથા તબક્કાનું અનાજ વિતરણ

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ત્યારે ભારત સરકારના નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન વેકેશનમાં ઘરમાં જ રહેતા બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને પોષક આહાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા ફ્રુડ સિક્યુરિટી યોજના અંતર્ગત વેકેશનમાં બાળકોને ચોથા તબક્કાનું અનાજ જિલ્લાના કુલ ૬૯૧૧૩ જેટલા બાળકોને અનાજ વિતરણ કરાયું હતું. તેમજ ફ્રુડ સિક્યુરિટી એલાઉન્સની રકમ બાળકોના બેંક ખાતામાં તાલુકાવાર મામલતદારશ્રી કચેરી દ્વારા જમાં કરાવવામાં આવી રહી છે

ગુજરાત સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૪ થી મે થી તા. ૭ મી જુન, ૨૦૨૦ સુધી ૩૪ દિવસ માટે અનાજ અને ફ્રુડ એલાઉન્સ આપવાનું જાહેર કરેલ છે જે સંદર્ભે જિલ્લાના ધો.૧ થી ૫ ના પ્રાથમિક શાળાના બોળકોને ૧.૭૦૦ કિ.ગ્રામ ઘઉં -ચોખા અને ધોરણ ૬ થી ૮ ના પ્રાથમિક શાળાના બાળકોને ૨.૫૫ કિ.ગ્રામ ઘઉં-ચોખાનું વિતરણ કરાયું હતુ. ફ્રુડ સિક્યુરિટી એલાઉન્સની રકમ વિધાર્થી ,બાળકોના બેંક ખાતામાં તાલુકાવાર મામલતદારશ્રી કચેરી દ્વારા જમાં કરાવવામાં આવી રહી છે

નાંદોદ તાલુકાના મધ્યાહન વિભાગના નાયબ મામલતદારશ્રી રાજેનભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને મહામારી જાહેર કરેલ છે ત્યારે, ગુજરાત સરકારની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૪ થી મે થી તા. ૭ મી જુન, ૨૦૨૦ સુધી ૩૪ દિવસનું ફ્રુડ સિક્યુરિટી એલાઉન્સ આપવાનું નક્કી કરાયું છે ત્યારે અગાઉ ત્રણ તબક્કામાં અનાજ અને ફ્રુડ એલાઉન્સ અપાય ગયેલ છે અને હાલ ચોથા તબક્કાનું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામની ધો- ૭ ની વિદ્યાર્થીની જયાબેન સુભાષભાઇ વસાવાએ કહ્યુ કે , અમારી બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાના બાળકોને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવે છે, જેમાં મને ૨.૫૫ કિ.ગ્રામ ઘઉં અને ચોખા આપવામાં આવ્યા છે તેથી હું સરકારનો આભાર માન્યો હતો

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકેવડીયા વિસ્તારના આદિવાસીઓ ના ૧૪ ગામોમાં ગેરકાયદેસર રીતે જમીન હડપવા વિરોધમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ માટે સોશિયલ મીડિયામાં વૉર, કોંગ્રેસ પણ આવી મેદાનમાં
OLDER POSTકેવડીયા ખાતે ફેનસિંગ કામગીરી બાબતે આદિવાસીઓમાં વિરોધ ખૂબ વધ્યો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )