પેન્‍શનરોની વાર્ષિક હયાતી ખરાઇ કરાવી લેવા જોગ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભરૂચ જિલ્લાના તમામ પેન્શનરોએ નોંધ લેવા અનુરોધ

ભરૂચ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્‍શન મેળવતાં તમામ પેન્શનરોને હાર્દિક જણાવવામાં આવે છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ની વાર્ષિક હયાતીની ખરાઇ ૧ લી જૂન-૨૦૨૦ થી ૩૧ મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી પેન્શનરો જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકમાં સમયસર મર્યાદામાં હયાતીની ખરાઈ કરાવી લેવા વિનંતી છે. જે પેન્શનરોએ જીવન પ્રમાણ પોર્ટલ પરથી ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવવી હોય તો તે સુવિધા પણ વેબસાઈટ https://jeevanpramaan.gov.in/ પર ઉપલબ્ધ છે. પેન્શન અંગેના વાર્ષિક આવક પ્રમાણપત્ર સરકારના પેન્શન પોર્ટલ https://cybertreasury.gujarat.gov.in પરથી ઘર બેઠા મેળવી શકશે. આ માટે પેન્શનરોએ યુઝર આઈ.ડી. માં પોતાનો બેંક ખાતા નંબર અને પાસવર્ડમાં પી.પી.ઓ નંબર(પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર) નાખવાનો રહેશે. જે પેન્શરોની પેન્શનની આવક આવકવેરાને પાત્ર થતી હોય તેઓએ વર્ષ-૨૦૨૦-૨૧ માટે કરવાનું થતું સંભવીત રોકાણો અંગેની વિગતો દર્શાવતી માહિતી જિલ્લા તિજોરી કચેરી – ભરૂચને ટપાલથી અથવા ઈ-મેઈલ [email protected] પર મોકલી આપવાની રહેશે એમ જિલ્લા તિજોરી અધિકારી – ભરૂચે એક યાદીમાં અખબારી યાદીમાં જણાવાયું છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTરાજપીપળાના પત્રકાર દંપતીએ પોતાની 31મી એનિવર્સરી એ સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી
OLDER POSTભરૂચ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવવા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટનું જાહેરનામું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )