મહિસાગર જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ ના નવા 8 કેસ થયા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 120 થઈ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

     જિલ્લામાં લુણાવાડામાં 1, સંતરામપુરમાં 1, બાલાસિનોરમાં 2, ખાનપુર 1 અને કડાણા તાલુકામાં 3 કોરોના પોઝિટિવ આવેલ છે. કડાણામાં 32 વર્ષીય પુરુષ, ૨૮ વર્ષીય પુરુષ, ૪૦ વર્ષીય પુરુષ લુણાવાડામાં 23 વર્ષીય મહિલા, ખાનપુરમાં ૩૦ વર્ષીય પુરુષ (૨), સંતરામપુરમાં 53 વર્ષીય પુરુષ ના કોરોના રિપોર્ટ આજરોજ આવેલ છે

         મહિસાગર જિલ્લામાં સગર્ભા મહિલા ઓ એક પછી એક કોરોના સંક્રમણનો ભોગ બની રહેલ છે અને તે ચિંતાનો વિષય બનેલ છે બાલાસિનોરમાં 8 સંતરામપુર 1, કડાણા 1, લુણાવાડા 1  સગર્ભા મહિલાઓ કોરોના ની ઝપેટમાં આવેલ જોવા મળે છે અને જિલ્લામાં સગર્ભા મહિલાઓ માં કોરોના ના સંક્રમણથી તંત્ર અને આરોગ્ય વિભાગ ચિંતાતુર જણાય છે કોરોના ગ્રસ્ત સગર્ભા મહિલાઓની સારવાર પ્રત્યે વિશેષ ધ્યાન આપી રહેલ જોવા મળે છે

કોરોના નો કહેર જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલ હોય જિલ્લા અને તાલુકા ઓની તેમજ નગરોની પ્રજામાં ભયનો માહોલ હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સ ને લોક ડાઉન નું પાલન થતું નથી અને જે વિસ્તારને કન્ટેન્ટ કરેલ છે તે વિસ્તારની અવરજવર પર પણ કોઇ રોકટોક જણાતી નથી
ઈન્દ્રવદન પરીખ…દ્વારા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTરાજપીપલા એસટી ડેપો દ્વારા ગામડાંની બસો ચાલુ ન કરતાં સંખ્યા ગામડાના લોકોને હાલાકી.
OLDER POSTનગરપાલિકા દ્વારા કરજણ નદી કિનારે રીવરફન્ટ બનશે : નગરપાલિકાએ કર્યો ઠરાવ.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )