અમરેલી જીલ્લા માં વધુ ૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા, કુલ પોઝીટીવ કેસ ૬ થયા.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

( જાફરાબાદ ના ટીંબી ના ૩૧ વર્ષીય તબીબ અને સાવરકુંડલા ના ૧૯ વર્ષીય મહિલા નો રીપોર્ટ પોઝીટીવ આવ્યા)

હાલ સમગ્ર દેશમાં માં કોરોના વાયરસ નો કાળો કહેર છે. ત્યારે જ્યા જીલ્લા માં એક પણ પોઝીટીવ કેસ આવ્યા નહોતા ત્યા હાલ કેસો માં વધારો થઈ રહ્યા છે. વાત અમરેલી જીલ્લા ની કરીએ તો અમરેલી જીલ્લા માં અંત સુધી પોઝીટીવ કેસો નોંધાયા નહોતા પણ છેલ્લે એક મહિલા નો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ કેસો માં વધારો થવા લાગ્યો છે.
બે દિવસ પહેલા ૨ નવા કેસો આવ્યા હતા અને આજે વધુ બે નવા પોઝીટીવ કેસ અમરેલી જીલ્લા માં નોંધાયા છે. હાલ જીલ્લા માં પોઝીટીવ કેસોની સંખ્યા ૬ પર પહોચી ગય છે. જીલ્લા વહીવટી તંત્ર સહિત તમામ દોડતું થઈ ગયું છે.આજે જે બે નવા કેસો નોંધાયા છે તેમા જાફરાબાદ ના ટીબી ખાતે ના ૩૧ વર્ષીય તબીબ નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જોકે આ તબીબ ની કોઈ ટ્રાવેલ્સ કર્યા ની હિસ્ટરી નથી. છેલ્લા ૩ દિવસ થી તાવ, શરદી, ખાંસી ના લક્ષણો જણાતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે દાખલ કરાયા હતા. હાલ તેમનું દવાખાનું સંપુર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે.
જ્યારે આજે જે બીજો પોઝીટીવ કેસ નોંધાયો છે તે સાવરકુંડલા ના ૧૯ વર્ષીય મહિલા છે. તાવ, ખાસી, ના લક્ષણો જણાતા ગઈકાલે અમરેલી સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. સુરત પોલિસે આ મહિલા ની કસ્ટટી અમરેલી પોલિસ ને સોંપી કોર્ટમાં રજુ કર્યા હતા. જો કે આ મહિલા અમરેલી જીલ્લા માં રહ્યા જ નથી પણ આ બંને દર્દીઓ હાલ અમરેલી ખાતે સારવાર માં છે. હાલ આ દર્દીઓના કોન્ટેક્ટ માં આવેલા તમામ ના ટ્રેસીંગ ની કાર્યવાહી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવેલ છે.

રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
બાબરા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTમાંગરોળ તાલુકામાં શાંતિભર્યા માહોલમાં ઈદની કરાયેલી ઉજવણી
OLDER POSTલોકડાઉનમા નાંદોદ તાલુકાના ગુવાર ખાતે આવેલા રામાનંદ આશ્રમ ખાતે નદીમાં ન્હાવા ગયા, પણ એ સમયે પોલીસ પહોચી ગઈ .

COMMENTS

Wordpress (0)
Disqus (0 )