ઝઘડીયા તાલુકાના ધારોલી ગામેથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ ની વૈશ્વિક મહામારી મા વાયરસ નું સંક્રમણ અટકે તેમજ લોકડાઉન નો અસરકારક અમલ થાય તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ તેમજ દારૂ / જુગાર ની ગે.કા. ની પ્રવૃતિ અટકાવવા સારૂ ભરૂચ જીલ્લામાં પ્રોહી.ડ્રાઇવ નું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા તથા એલ.સી.બી ના પોલીસ માણસોએ કાર્યવાહી હાથ ધરેલ તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે રહેતા સુમનબેન WD / O વિનોદભાઇ મણીલાલ વસાવા ના ઘરે રેડ કરી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા બિયર ની અલગ – અલગ બનાવટ ની બોટલો નંગ -૩૦૪ કી.રૂ .૨૫,૦૦૦ / – નો મુદ્દામાલ કબ્ધ કરી દારૂ ના જથ્થા સાથે મળી આવેલ સુમનબેન WD / O વિનોદભાઇ મણીલાલ વસાવા નાઓને હસ્તગત કરી તથા કબ્જે કરવામાં આવેલ દારૂનો જથ્થો લાવનાર તેમનો પુત્ર સુનીલભાઇ વિનોદભાઈ વસાવા રહે – ધારોલી તા – ઝઘડીયા નાને વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ મા ઝઘડીયા પો.સ્ટે.માં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે .

કામગીરી કરનાર ટીમ

પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા તથા પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ASI કનકસિંહ , હે.કો. ઉપેન્દ્રભાઇ , હે.કો.દિલીપભાઇ , હે.કો પરેશભાઇ , હે.કો. ફતેસિંહ , હે.કો. પરેશભાઇ તથા પો.કો. મેહુલભાઇ , પો.કો. જયરાજભાઇ , પો.કો. અરૂણાબેન , પો.કો. નિમેષભાઇ એલ.સી.બી ભરૂચ.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTત્રણ વર્ષની સગીરવયની બાલીકાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર દુ:ખદ ઘટનાના આરોપી ને ગણતરીના કલાકોમાં પકડી પાડી અનડીટેક્ટ દુષ્કર્મના ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી જીલ્લા પોલીસ
OLDER POSTઆગામી ઈદના તહેવાર ને અનુલક્ષી વંથલીમાં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )