ગ્રીનઝોન તરીકે જાહેર કરાયેલ કોસંબમાં કોરોનાનો એક કેસ પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થઈ ગયું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નઝીર પાંડોર – મોટામિયાં માંગરોળ

        માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકમાં આવેલા અંદાજે ૩૫ જેટલાં ગામોમાં આજદિન સુધી એક પણ કોરોનાં વાઇરસનો પોઝીટીવ કેસ નોંધાયો ન હતો પરંતુ બે માસબાદ આજે તારીખ ૨૨ મે નાં એક કેસ પોઝીટીવ નોંધતાં વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું,એક પણ કેસ ન નોંધતાં કોસંબા પોલીસ મથકનાં તમામ ગામોને વહીવટીતંત્રે ગ્રીનઝોન તરીકે આગાઉ જાહેર કર્યા હતા.

      કોસંબાની પુષ્પકુંજ સોસાયટીમાં રહેતી અને હાલમાં ગઈ તારીખ ૧૪ નાં મુંબઈથી કોસંબા ખાતે આવેલી ૩૩ વર્ષીય મહિલા રેખાબેન અજય ચીખલીયાને કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા હોમકોન્ટાઇનમાં રાખવામાં આવી હતી, ત્યારબાદ એના સેમ્પલ લઈ ટેસ્ટીંગ માટે મોકલતા એનો રીપોર્ટ આજે પોઝીટીવ આવતાં સમગ્ર કોસંબા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, આ અંગેની જાણ માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં આરોગ્ય અધિકારી ડો. શાંતાકુમારીને થતાં તેઓ સ્ટાફ સાથે કોસંબા ઘસી ગયા હતા અને ૧૦૮ ની મદદથી કોરોના પોઝીટીવ બનનાર મહિલાને સારવાર માટે સુરતની સિવીલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી છે.અત્રે યાદ આપવું જરૂરી છે કે જે વિસ્તારમાં કોરોનાનો કેસ પોઝીટીવ આવે તે વિસ્તારને ૧૪ દિવસ સુધી હોમકોન્ટાઇન કરવામાં આવે છે સાથે જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એ વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે છે એટલે કે આ વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુ સિવાય અન્ય ચીજ વસ્તુના વેચાણ ઉપર પ્રતિબંધ આવી જાય છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઆગામી ઈદના તહેવારને ધ્યાનમાં લઈ માંગરોળ તાલુકાનાં મુસ્લિમ આગેવાનોની પી.એસ.આઇ.એ બોલાવેલી બેઠક.
OLDER POSTડભોઇ ના ધારા સભ્ય શૈલેષભાઇ મહેતા એ કોરોના ની જનજાગૃતિ અભિયાન શરૂ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )