સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને આર્યુવૈદિક ઉકાળા પીવડાવવાનું આયોજન કરાયું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

શહેર તેમજ તાલુકા વિસ્તાર ને પણ ઉકાળો પીવડાવાશે

હાલ માં સમગ્ર દુનિયા માં કોરોના વાઇરસ ના મહારોગ ના ભરડા માં આવી ગયેલા છે અને આપડા ભારત દેશ માં પણ આ મહારોગ એ માઝા મૂકી છે ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર શ્રી કે. રાજેશ ના આદેશ થી સુરેન્દ્રનગર માં આ મહારોગ થી બચવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સુરેન્દ્રનગર ના દાળમીલ રોડ પર આવેલા બાલાશ્રમ તેમજ અનેક વીસ્તાર ના નાગરીકો ને સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ઘેર ઘેર જાઇને આર્યુવૈદીક ઉકાળો તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા તેમજ મેડીકલ ટીમ ને સાથે રાખીને પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી, ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા એ લોકો ને ઉકાળો પીવડાવીયો.

આ કાર્યક્રમ માં સુરેન્દ્રનગર સાંસદ સભ્ય મહેન્દ્રભાઇ મુંજપરા, વઢવાણ ઘારા સભ્ય ઘનજીભાઇ પટેલ, સુરેન્દ્રનગર – દુધરેજ નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા અને પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી એ મેડિકલ ટીમ સાથે રહીને લોકો ને ઉકાળો પીવડાવીયો હતો.

તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે અપીલ કરી તેમજ ટેંમ્પરચર સ્ક્રીનીંગ કર્યુ એ પછી પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા બાલાશ્રમ વીસ્તાર માં આવેલ લોકો ને તેમજ નાના બાળકો ને પણ ઉકાળો પીવડાવામાં આવ્યો હતો .

અને હવે આવતી કાલથી એટલે 5 દિવસ માટે આ ઉકાળા પીવડાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આમ 11 વોર્ડ માં દરેક વોર્ડ ના સદસ્યો તેમજ અઘીકારી અને કર્મચારીઓ આ કામગીરી માં જોડાશે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTબ્રેકિંગ :- ડભોઈ વડોદરા રોડ ભિલાપુર પાસે ગમખ્વાર અકસ્માત : બે ના મોત
OLDER POSTછોટાઉદેપુર જિલ્લામાં બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા ૧૦ વાહનો જપ્ત કરી ૧.૩૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )