ગીર-સોમનાથ જિલ્લાનાં ધ્રામળવા ગામે ૨૦૦ શ્રમિકોને મનરેગા યોજના દ્વારા રોજગારી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવા લોકડાઉન અમલી છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેંધરી મનરેગા યોજના શ્રમિકોને રોજગારી આપવાની એક કલ્યાણકારી યોજના છે. જિલ્લામાં જળ સંચય, જળ સંગ્રહના કામો, વનીકરણ, પરંપરાગત જળ સંચય અને સંગ્રહ સ્ત્રોતોનું નવીનીકરણ કામ ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાલાળા તાલુકાના ધ્રામળવા ગામે ચેકડેમ, તળાવ ઉંડા ઉતારવાનું કામ તા. ૭ મે થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં ૨૦૦ જેટલા શ્રમિકો કામ કરી રોજગારી મેળવી રહ્યા છે. ઉપરાંત શ્રમિકોને દૈનિક વેતન રૂા. ૨૨૪ કામના પ્રમાણમાં મળવાપાત્ર દર છે. તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચાએ જણાવેલ કે, શ્રમિકોને કામના સ્થળે છાયડો, પાણી અને નાના બાળકો માટે ઘોડીયાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવીડ-૧૯ ની ગાઇડલાઇન મુજબ સેનેટાઇઝર, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે. તેમજ શ્રમિકોના આરોગ્યની તપાસ અને સ્ક્રનીંગ કરવામાં આવે છે. આ તકે એટીડીઓ મયુર વ્યાસ, ડીડીપીસી પરેશ રામ, એપીઓ નગાજણ રામ, તલાટી કમ મંત્રી અતુલ મહેતા, સરપંચ ભીમભાઇ ચુડાસમા સાથે રહ્યા હતા.

તસ્વીર મહેન્દ્ર ટાંક બ્યુરો ચીફ ગીર સોમનાથ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTગીર-સોમનાથ જિલ્લાની કોવીડ-૧૯ હોસ્પિટલની મુલાકાત ડો.જે.ઓ.માઢક
OLDER POSTલીલીયા ના ભોરિંગડા ચેકપોસ્ટ પર મંડપ ધરાશાયી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )