નર્મદા મા ટીમરૂપાનની સિઝન શરૂ થતા 45 દિવસના લોકડાઉન બાદ નર્મદા કલેકટરની મંજૂરી મળતા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે ટીમરુપાન એકત્રીકરણ ખરીદીનો પ્રારંભ કર્યો.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નાંદોદ તાલુકાના 11 અને દેડિયાપાડા તાલુકાના 7 કેન્દ્ર પર ટીમરુપાન વેચવા આદિવાસીઓ ઉમટ્યાં.

દર વર્ષે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને અન્ય જિલ્લાઓમાંથી ટીમરુપાન ખરીદવા મોટા વેપારીઓને ગુજરાતમાં પ્રવેશવાની પરવાનગી ન મળતાં ગુજરાતના સ્થાનિક વેપારીઓએ આવી ખરીદી કરી.

45 દિવસ લોકડાઉનમાં જંગલોમાંથી ટીમરુપાન તોડીને જુડિયો બનાવી તૈયાર રાખેલા પણ લોક ડાઉનને કારણે બહાર નીકળી શક્યા ન હતા.

ત્રીજાડાઉન પરવાનગી મળતા આદિવાસીઓ ટીમરૂપાન ટોપલા માથે લઈને વેંચવા આવી જતા રોજગારી ના નવા દ્વાર ખુલ્યા.

માત્ર 10 દિવસમાં 17 લાખનું ચુકવનું રાજપીપળા વન વિકાસ નિગમે આદિવાસીઓ પાસેથી ટીમરુ પાન ખરીદીને રોકડા નાણા સ્થળ પર ચૂકવ્યા.

નર્મદામાં ઉનાળાના પ્રારંભે ટીમરૂપાનની સિઝન શરૂ થઈ છે. આદિવાસીઓ જંગલમાંથી ટીમરુ પાન તોડીને પાના એકત્રિત કરીને ઘરોમાં માલનો ઢગલો કરી દીધો હતો, પણ ઘરમાં પુરાઈ રહેલા આદિવાસીઓ બહાર નીકળી શકતા ન હતા પણ હવે ત્રીજા લોકડાઉન 45 દિવસના લોકડાઉન બાદ નર્મદા કલેકટરની મંજૂરી લોકડાઉન નિયમોના પાલન સાથે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે ટીમરૂપાન એકત્રીકરણ ખરીદીનો પ્રારંભ શરૂ થતા આદિવાસી ફળ સેન્ટર ટીમરુંપાન વેચવા આદિવાસીઓ ઉમટી પડ્યા છે.
જેમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ રાજપીપળામાં ઈ.ચા.મેનેજર એસપી નવરેના જણાવ્યા અનુસાર નાંદોદ તાલુકાના 11 અને દેડીયાપાડા તાલુકાના 7 કેન્દ્ર ટીમરૂના પાન એકત્રીકરણ અને ખરીદીનો પ્રારંભ થયો છે. જેમાં નાંદોદ તાલુકાના 11 ગામો અને દેડીયાપાડા ના સાત ગામોમાં ટીમરુનાં પાન એકત્રીકરણ સાથે શરૂ થયું છે જેમાં નાંદોદ તાલુકામાં મોટીભમરી,મોવી, મોજી, મોટારાયપુરા, ખુટાઅંબા, નામલગઢ, ગાગર,આમલી, ચીખલી, બોરીદ્રા, મોટા રામપુરા, મોટાલીમાટવાડ અને દેડીયાપાડા તાલુકામાં ખ઼ટામ, કોલીવાડ, મોજરા, કાબરીપઠાર, સોલીયા, નાની સિંગલોટી, ભૂતબેડા ગામે સેન્ટર શરૂ થયું છે.
45 દિવસ લોકડાઉનમાં જંગલોમાંથી ટીમરૂના પાન તોડીને જુડિયો બનાવી તૈયાર રાખેલી પણ લોકડાઉનને કારણે બહાર નીકળી શક્યા નહોતા પણ હવે ત્રીજા લોકડાઉનમાં પરવાનગી મળતા આદિવાસીઓ ટીમરૂપાન ટોપલા માથે લઈને વેંચવા આવી જતા રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે.1,000 પુળા એટલે કે એક સ્ટાન્ડર્ડ બોરાના 1100 રૂ.નો સારો ભાવ મળ્યો છે. રોકડા નાણા સ્થળ પર જ ચૂકવી દેતા આદિવાસીઓ માટે કોરોના રોજગારીના નવા દ્વાર ખુલી જતા આદિવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જેમાં 10 દિવસમાં 17 લાખનું ચુકવણું રાજપીપળા વન વિકાસ નિગમ અને આદિવાસી ઓ પાસેથી ટીમરૂનાપાન ખરીદીને રોકડાના સ્થળ પર હોવાનું જણાવ્યું હતું.
વધુમાં એસપી નવરેએ જણાવ્યું હતું કે દર વર્ષે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અન્ય રાજ્યોમાંથી ટીંમરુપાન ખરીદવા મોટા વેપારીઓ આવતા હતા પણ આ વખતે કોરોના કારણે ગુજરાતમાં પ્રવેશવાની પરવાનગી ન મળતા ગુજરાતમાં સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી શરૂ કરાઇ છે. જેમાં નડિયાદ, ગોધરાના વેપારીઓ આવી ને માલ લઈ ગયા હતા.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTબ્રેકિંગ ન્યુઝ… WHO નો ચોંકાવનારો ખુલાસો: કોરોનાવાયરસ કદાચ ક્યારેય ખતમ નહીં થાય એની સાથે જીવતા શીખી જાઓ…
OLDER POSTનર્મદા જિલ્લા સબજેલ ખાતે બંદીવાનો માટે મેડીકલ ચેકઅપ તેમજ કોરોના વાયરસ લોકજાગૃત્તિ વિષયક માર્ગદર્શન અપાયું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )