કોડીનાર, ગીર ગઢડા, બોડીદર, સોનપરામા દસ્તાવેજ નોંધણી કાર્ય બંધ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગીર-સોમનાથ જિલ્લાની કુલ પાંચ સબરજીસ્ટ્રાર કચેરી વેરાવળ, સુત્રાપાડા, ઉના, તાલાલા, અને કોડીનારમાં આવેલ છે. તે પૈકીના સબરજીસ્ટર કચેરી કોડીનાર ખાતે કલેકટરશ્રી ગીર સોમનાથની સુચના મુજબ દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી બંધ રાખવામાં આવેલ છે. તે ઉપરાંત ગીર ગઢડા તાલુકાના બોડીદર તેમજ સોનપરા ગ્રામ પંચાયતના તમામ રહેણાક અને મહેસુલી વિસ્તારના દસ્તાવેજ નોંધણી હાલ પુરતી બંધ રાખવામાં આવેલ છે.

સબરજીસ્ટરશ્રીઓને કોવીડ-૧૯ અંગેના સામાજીક અંતર અને સેનીટાઈઝેશન સહિતના તમામ તકેદારીના પગલા માટે સૂચના આપવામાં આવી છે. દસ્તાવેજ નોંધણી અર્થે આવતા પક્ષકારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ અને ઓનલાઈન નોંધણી ફી ભરી દસ્તાવેજ નોંધણી અર્થે આપવાનું  રહેશે. નિયત સમયથી ૨૦ મીનીટ પહેલા આવવાનું રહેશે. લોકોની ભીડ એકઠી ન થાય, કોઈ સ્થાનિક વિસ્તાર હોટસ્પોટ કે કર્ફયુ જાહેર થયે થી જે તે કચેરી તુરંત જ બંધ કરવામાં આવશે. તેમ નોંધણી નિરીક્ષકશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

મહેન્દ્ર ટાંકબ્યુરો ચીફ ગીર સોમનાથ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTવેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ અને દેદા ગામના સરપંચ દ્રારા થર્મલ ગનનું અનુદાન
OLDER POSTકોડીનાર ફળ રોપા ઉછેર કેન્દ્ર ખાતે આંબા કલમ નોંધણી મોફૂફ રખાઈ

COMMENTS

Wordpress (0)
Disqus ( )