ભરૂચથી ઝારખંડના ડાલટનગંજ સુધી વિશેષ ટ્રેનમાં બેસી ૧૨૧૫ શ્રમિકોએ વતનની વાટ પકડી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જિલ્લામાં અત્યાર સુધીમાં ભરૂચ – અંકલેશ્વર થઈને કુલ છ ટ્રેન રવાના થઈ ૭૨૯૩ શ્રમિકો અને વિદ્યાર્થીઓ ઘરવાપસી થયા

ઝારખંડના ડાલટનગંજ સુધી ૧૨૧૫ શ્રમિકોને આજે ભરૂચ રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસાડી કોરોના વાયરસ સામેની તકેદારી રાખી આ શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાત બાદ ભરૂચના વિવિધ વિસ્તારમાંથી શ્રમિકોએ ખુશખુશાલ ચહેરા સાથે ઘરવાપસી કરી હતી.
જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ શ્રમિકોને કોઇ તકલીફ ના પડે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાંથી તા.૦૬/૦૫/૨૦૨૦ નાં રોજ અંકલેશ્વરથી ગોરખપુરની ટ્રેન ૧૨૦૦ શ્રમિકોને લઈને, તા.૦૭/૦૫/૨૦૨૦ નાં રોજ ભરૂચથી પૂર્ણિયા(બિહાર) કુલ ૧૧૯૯ વિદ્યાર્થીઓને લઈને, તા.૦૮/૦૫/૨૦૨૦ નાં રોજ ભરૂચથી ગોંડા(યુ.પી) ૧૨૦૧ જેટલાં શ્રમિકોને લઈને, તા.૧૦/૦૫/૨૦૨૦ ના રોજ અંકલેશ્વરથી ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે ૧૨૦૧ શ્રમિકોને લઈને અને આજ તા.૧૧/૦૫/૨૦૨૦ નાં રોજ અંકલેશ્વર થી બિહારના કતિહાર ખાતે ૧૨૭૭ શ્રમિકોને લઈને ટ્રેન રવાના કરાઈ હતી. આજે તા.૧૨/૦૫/૨૦૨૦ નાં રોજ ભરૂચથી ઝારખંડના ડાલટનગંજ સુધી ૧૨૧૫ શ્રમિકોને લઈને ટ્રેન રવાના થઈ હતી. આમ, કુલ જિલ્લામાં અત્યાર સુધીમાં ભરૂચ – અંકલેશ્વર થઈને કુલ છ ટ્રેન રવાના થઈ હતી અને જિલ્લાના કુલ-૭૨૯૩ શ્રમિકો અને વિદ્યાર્થીઓ ઘરવાપસી થયા છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTભરૂચ જિલ્લામાં કુલ-૩૨ પોઝીટીવ કેસ
OLDER POSTકોરોનાની મહામારીના સમયમાં નર્સીંગ ડે ના દિવસે ભરૂચ સિવીલની નર્સોએ લીધા સંકલ્પ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )