ગરૂડેશ્વર તાલુકાના પંચાયતના (ગોરા -5)ના સદસ્યશ્રી સંજયભાઈએ નર્મદા જિલ્લા કલેકટરને રાજપીપળા ખાતે આવેદન પત્ર આપ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નર્મદા નિગમ સ્થાનિક વહીવટી તંત્ર તથા પોલીસ અધિકારીઓ આવીને બળજબરીથી સર્વેની કામગીરી કરી રહ્યા છે.
જમીન સર્વેની કામગીરી ને તરત રોકવાની માંગ. છ ગામના ખેડૂતોના કબજામાં જે જમીન છે તેના પર કોઈ પણ કાર્યવાહી કરવાની હોય તો લેખિત નોટીસ સિવાય થઈ શકે નહીં.
ગરુડેશ્વર તાલુકા પંચાયત ગોધરા પાંચના સદસ્યશ્રીઓ સંજયભાઈ નર્મદા જિલ્લા કલેકટર રાજપીપળા ખાતે આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું છે કે વળ્યા કોઠી વાગડિયા નવાગામ લીમડી અને ગોરા aja ગામોના ખેડૂતો દાયકા એથી તેમની જમીન ખેડતા આવ્યા છે. તે જમીનનો હાલમાં સર્વે તથા ફેન્સીંગની વાળ કરવામાં આવી રહી છે નર્મદા નિગમ સ્થાનિક વહીવટી તંત્ર તથા પોલીસ અધિકારીઓ આવીને બળજબરીથી સર્વેની કામગીરી કરી રહ્યા છે અને ગ્રામજનોને પોતાની જમીનો જવાના ડરથી તેમના સાથે રોજની બોલાચાલી થાય છે. તેથી ગરૂડેશ્વર તાલુકાના ગોરા -5 ના સદસ્ય સંજયભાઈ ગરૂડેશ્વર તાલુકાના ગોરા -5 ના સદસ્ય સંજયભાઈ એ જમીન સર્વેની કામગીરી ને તરત રોકવાની માંગ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
તેમની કલેકટરને આવેદન આપતા જણાવ્યું છે કે હાલમાં કોરોનાના લોકડાઉનમાં કોઈએ બહાર નીકળવું નથી, તેવા સમયે આ કાર્યવાહી થઈ રહી છે. જે યોગ્ય નથી તો ગામના ખેડૂતોના કબજામાં જે જમીન છે તે, ના પર કોઈ કાર્યવાહી કરવાની હોય તો લેખિત નોટીસ સિવાય થઈ શકે નહીં આવા સંજોગોમાં આ કાર્યવાહી તાત્કાલિક અસરથી ત્વરિત રોકી દેવાની માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઅંબાજી મા કરિયાણું અને શાકભાજી 17 મે સુધી મળશે નહીં, દંડ નક્કી કરવામાં આવ્યો
OLDER POSTકેવડિયામાં છ ગામમાં જમીન સર્વેની કામગીરીમાં લોકડાઉનમાં સરકાર ઘરો માં રહેવા જણાવતા આદિવાસીઓના ટોળામાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા !.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )