ખાખી ગણવેશમાં કોરોના યોદ્ધા: સંતોષ નારાયણ રાવ ઇજાગ્રસ્ત પગમાં પ્લાસ્ટર અને ટાંકા સાથે બજાવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અકસ્માતમાં થયેલી ઈજાને લીધે એમના પગે પ્લાસ્ટર છે અને ઘા પૂરવા 12 ટાંકા લેવા પડ્યા છે.આવી હાલતમાં લોકો મોટેભાગે ઘેર રહીને આરામ કરવાનું પસંદ કરે.અને સરકારના નિયમો પ્રમાણે એમને રજા પણ મળવાપાત્ર રહે. પરંતુ ખાખી ગણવેશમાં કોરોના યોદ્ધા જેવા રાવપુરા પોલીસ મથકના મદદનીશ સબ ઇન્સ્પેકટર સંતોષ નારાયણ રાવ ઇજાગ્રસ્ત હાલત હોવા છતાં,ગણવેશ પહેરવામાં પણ મુશ્કેલી પડે એવી હાલતમાં દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે કોરોના સંકટ આધીન કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજો પૂરી નિષ્ઠા સાથે બજાવી રહ્યા છે. આટલી ઇજાગ્રસ્ત છતાં આ જવાન સંપૂર્ણ ફરજ પરસ્તી સાથે અને સમર્પણ ભાવ થી ફરજ પર જોડાઈ ગયા હતા. એમણે દર્દ અને વેદનાને હાવી થવા દીધા વગર જે ફરજ નિષ્ઠા બતાવી છે એ સાચે જ સલામને પાત્ર છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTનર્મદા જિલ્લામાં આજે વધુ નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )