જિલ્લા કલેકટર કચેરી ભરૂચ દ્વારા અગાઉ આપવામાં આવેલ પાસની મુદત તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કોરોના વાયરસની મહામારીના નિયંત્રણ માટે લોકડાઉનની મુદ્દત તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી લંબાવવાનો નિર્ણય કરેલ છે. અગાઉના લોકડાઉનના સમય ગાળા દરમ્યાન વિવિધ જોગવાઇઓ ધ્યાને લઇને મામલતદાર કચેરીઓ ખાતેથી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુાઓના વેચાણ, શાકભાજીના વેચાણ, મેડિકલ સેવા સાથે સંકળાયેલ સરકારી, અર્ધ સરકારી, ખાનગી સ્ટાફ, મેડિકલ સ્ટોર્સને પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર કલેકટર કચેરી દ્વારા ઔદ્યોગિક એકમોને તેમનું યુનિટ ચાલુ રાખવાની મંજૂરીઓ આપવામાં આવેલ છે. આવા યુનિટમાં કામ પર જરૂરી હોય તેવા સ્ટાફ/મજૂરોને પણ પાસ આપવામાં આવેલ છે.
આ તમામ કચેરીએથી ઇસ્યુ્ કરવામાં આવેલા પાસને રીન્યુ કરવામાં આવે તો ઘણા લોકો એક જ જગયાએ એક સાથે ભેગા થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ નહિ તે માટે અગાઉ ઇસ્યુ કરેલ તમામ પાસની મુદત આગામી તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
જે તે પાસ/કોમોડિટી માટે અગાઉ જાહરે કરવામાં આવેલ સમય/નિયમો તેમજ શરતો યથાવથ રહેશે તેવું જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાએ જણાવ્યું છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઆજની સ્થિતિએ ભરૂચ જિલ્લામાં કુલ ૨૭ પોઝીટીવ કેસ
OLDER POSTઆજે 3 મે : વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે: અર્થાત વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

COMMENTS

Wordpress (0)
Disqus ( )