ગુજરાત ગૌરવદિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાશે : વિદ્યાર્થીઓએ તા.૧૦ સુધીમાં પોતાની કૃતિ મોકલી આપવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

૧લી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાત ગૌરવદિન ઉજવાવમાં આવે છે. covid – 19ની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેસીને સ્પર્ધાઓમાં ભાગ લઇ ગુજરાત ગૌરવદિનની ઉજવણી કરે તેવો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ઉજવણી ના ભાગરૂપે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધાઓમાં રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થી ભાગ લઇ શકશે. આ સ્પર્ધાઓ ધોરણ ૩ થી ૮ ( પ્રાથમિક ) અને ધોરણ ૯ થી ૧૨ ( માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ) એમ બે વિભાગોમાં યોજાશે.  આ બંને વિભાગોમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્યલેખનની સ્પર્ધા યોજાશે. “ગુજરાતના કોરોના વોરીયર્સ ” એ વિષય પર વિદ્યાર્થીઓએ ચિત્ર, કાવ્ય કે નિબંધ પોતે જાતે તૈયાર કરવાના રહેશે.   વિદ્યાર્થીઓએ  તૈયાર કરેલ કૃતિઓ

તા. ૧૦ / ૦૫ / ૨૦૨૦ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારી વડોદરાને ઇ-મેઇલથી અથવા ટપાલથી પોતાની કૃતિ મોકલવા.

એક વિદ્યાર્થી વધુમાં વધુ બે સ્પર્ધામાં ભાગ લઇ શકશે તેની ખાસ નોંધ લેવી. આ રીતે તૈયાર કરેલ કૃતિ સ્પર્ધકોએ પ્રથમ ઇ-મેઇલથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને મોકલવાની રહેશે , ત્યારબાદ ટપાલથી પોતે જે જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીને તા . ૧૫ / ૦૫ / ૨૦૨૦ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. જેઓ એ માત્ર ટપાલથી કૃતિ મોકલી હોય તેઓએ ઇ-મેઇલ કરવાની જરૂરી રહેતી નથી.

 ટપાલમાં કૃતિ મોકલવામાં આવે ત્યારે તે કવર પર ” ગુજરાત ગૌરવ દિન , સ્પર્ધા ” એમ અવશ્ય લખવું અને કૃતિ સાથે જરૂરી વિગતો સુવાચ્ય અક્ષરે અવશ્ય પણે લખવી. સ્પર્ધકનું નામ, વિભાગઃ પ્રાથમિક / માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરતા હોય તે શાળાનું નામ અને સરનામું,  શાળાનો ડાયસ કોડ,  વાલીનું ઇ-મેઇલ એડ્રેસ, વાલીનો મોબાઇલ નંબર સહિતની  વિગતો લખવી. કૃતિ gujaratgauravdin.vadodara @ gmail.com પર  મેઈલ કરવી. ટપાલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અનાવિલ ભવન સામે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કેમ્પસ, કારેલી બાગ વડોદરા ખાતે મોકલવી. દરેક વિદ્યાર્થી પોતાની જાતે અને મૌલિક રીતે કૃતિ તૈયાર કરે તે અપેક્ષિત અને ઇચ્છનીય છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ કૃતિઓ  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને મૂલ્યાંકન માટે મોકલવામાં આવશે. કોઇ વિદ્યાર્થીએ ઇ-મેઇલથી કૃતિ મોકલી હોય પરંતુ ટપાલથી કૃતિ મળેલ ન હોય તો તેવા વિદ્યાર્થીની ઇ-મેઇલથી મળેલ કૃતિની પ્રિન્ટ આઉટ મેળવી મૂલ્યાંકન માટે મોકલવામાં આવશે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ચિત્ર, કાવ્ય લેખન અને નિબંધ લેખન સ્પર્ધાના જિલ્લાના નિષ્ણાંત શિક્ષકોની દરેક સ્પર્ધા માટે ત્રણની નિર્ણાયક સમિતિ બનાવશે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ત્રણેય સમિતિના કન્વીનર તરીકે કામગીરી કરશે.  આ નિર્ણાયક સમિતિ  ધો. ૩ થી ૧૨ માં ત્રણેય સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતિય ક્રમ પસંદ કરશે. જેનું પરિણામ પત્રક કૃતિઓની નકલ સાથે  જી . સી . ઇ . આર . ટી . ને તા.૨૫ / ૦૫ / ૨૦૨૦ સુધીમાં મોકલવામાં આવશે. જિલ્લા કક્ષાએ દરેક સ્પર્ધામાં અને દરેક વિભાગમાં પ્રથમ ક્રમે આવતા પ્રત્યેકને રૂ . ૧૫ ,૦૦૦, દ્વિતીય ક્રમે આવનારને રૂ . ૧૧ , ૦૦૦ અને તૃતિય ક્રમે આવનારને રૂ . ૫ , ૦૦૦ નું રોકડ પારિતોષિક રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે .

રાજ્યકક્ષાએ પ્રાથમિક વિભાગ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ બંનેમાં અલગ અલગ રીતે ત્રણ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પાંચ કૃતિ પસંદ કરવામાં આવશે. આ રીતે રાજ્યકક્ષાએ પસંદ થનાર પ્રત્યેક કૃતિને રૂ. ૨૫ ,૦૦૦ નું ઇનામ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે . રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ પસંદ કરવાની કામગીરી રાજ્યકક્ષાની નિર્ણાયક સમિતિ દ્વારા થશે. આ કામગીરી તા.૦૫/૦૬/૨૦૨૦ સુધીમાં પૂર્ણ થશે. જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને આ અંગેની જાણ થાય તે માટે ટેકનોલોજીના માધ્યમથી વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ સ્પર્ધાઓમાં ભાગ લઈ આંતરિક શક્તિઓને રચનાત્મક રીતે બહાર લાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ એક યાદીમાં જણાવ્યું છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTવ્યારા તથા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ઉગમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગુજરાત ગાર્ડિયન દૈનિક પેપરના સહયોગથી હોમીઓપેથી દવાનું વિતરણ
OLDER POSTખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે રાજ્યના શિક્ષક સંઘો સાથે દરેક શહેર અને જિલ્લામાં કોવિડ આર્મીની રચના માટે કર્યો પરામર્શ:મળ્યો પ્રોત્સાહક પ્રતિસાદ…

COMMENTS

Wordpress (0)
Disqus (0 )