નર્મદા જિલ્લામાં આજે વધુ નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ ૨ કેસના દરદીઓ સારવાર હેઠળ છે.
કોરોનાના 10 કેસ સાજા થઈ ગયા પછી એક પણ કેસ નર્મદામાં પોઝિટિવ થયો નથી.
કોવીડ -19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી. જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧૨ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ-૧૦ દરદીઓને અપાયેલી રજાને બાદ કરતાં આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ કુલ-૨ કેસના દરદીઓ સારવાર હેઠળ છે. તે પૈકી વડોદરાની ગોત્રી- જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દરદી સવિતાબેનનો આજે પૂર્ણ સેમ્પલ લેવામાં આવેલ છે. એમ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થઇ છે.
જોકે નર્મદા કલેકટર મનોજ કોઠારીએ જણાવ્યું છે કે કોરોના ના 10 કેસ સાજા થઈ ગયા પછી એક પણ કેસ નર્મદામાં પોઝિટિવ થયો નથી. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે બહારથી કોઈપણ કોરોના નો કેસ આવશે તો તેમના માટે રાજપીપળા ખાતે કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ માં ફેસિલિટી આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે. તેમાં દાખલ કરી સારવાર કરાશે અને 14 દિવસ સુધી ફેસેલીટી ક્વોરન્ટાઇન કરાશે અને તેના સેમ્પલ પણ લેવાશે હાલ નર્મદા માં બે કેસ પોઝીટીવ છે.માટે હવે નર્મદા જિલ્લો ઝાડપ થી ગ્રીનઝોન તરફ આગળ વધે તેવા તંત્રના સઘન પ્રયાસો ચાલુ હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર ધનશેરા ચેકપોસ્ટ પર પોલીસ ખડકી દેવાઈ
OLDER POSTલોકડાઉનમાં ગરૂડેશ્વર તાલુકાના બખ્ખર ગામે મનરેગા યોજના હેઠળ તળાવો ઉંડા કરવાની કામગીરી શરૂ કરાઈ.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )