છોટાઉદેપુર જિલ્લા માં ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી ” સ્પર્શ- લેપ્રસી” અવરનેશ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવશે

Spread the love
        

આઝાદી નાં અમ્રુત મહોત્સવ દરમ્યાન રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામોમાં આગામી ૧૩ ફેબ્રુઆરી સુધી આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને ” સ્પર્શ લેપ્રસી” અવરનેશ સર્વેલન્સ ના ભાગ રૂપે એક સર્વે યોજાશે,આ ૧૫ દિવસ સુધી ચાલનારા અભિયાન ની માહિતી આપતા જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો હિરેન ગોહિલે જણાવે છે કે જિલ્લા કક્ષાની કચેરીઓ, રેલ્વે સ્ટેશન,બસ સ્ટેશનો, તાલુકા કક્ષાની કચેરીઓ, આરોગ્ય સેવાઓ પુરી પાડતી સંસ્થાઓ, જેવી કે જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્રો તથા ગ્રામસભા માં આ કેમ્પેઇન માટે લોકજાગૃતિ નાં વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે નાટક,ભવાઈ,માઈક પ્રચાર, ગ્રુપ મિટિંગ, જેવી પ્રચારાત્મ પ્રવુતિઓ દ્વારા જાગૃતતા લાવવા માટે નાં પ્રયાસો કરવા આવશે,આ દરમિયાન રક્તપિત્તગ્રસ્ત દર્દીઓ માટે ગટરસ્પલીટ અને અન્ય સાધન સહાય વિતરણ પણ કરવામાં આવશે.
રક્તપિત્ત હાઈરિસ્ક વિસ્તારોમાં સઘન સર્વે કરીને નવા દર્દીઓ શોધી કાઢવા માટે ની ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

 
     
CATEGORIES
Share This
OLDER POSTદિયોદર તાલુકાના કોતરવાડા ગામના યુવાનની ભાભર કરીયાણા એસોસિએશનના પ્રમુખ પદે વરણી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )