કેલ્વીકુવા ગામે ઘટાદાર વૃક્ષો ઉપર વીજળી પડતા ધરાશાયી થવાની દહેશત
- વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર,
- વૃક્ષની ડાળીઓનું તાત્કાલીક ધોરણે નિકંદન કરવામાં આવે તેવી માંગ,
નેત્રંગના કેલ્વીકુવા ગામે ઘટાદાર વૃક્ષો ઉપર વીજળી પડતા ધરાશાયી થવાની દહેશત જણાઈ રહી છે,
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાની સીમમાંથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવસ સતત નાના-મોટા માલધારી વાહનો હજારોની સંખ્યામાં દોડી રહ્યા છે,જવાબદાર તંત્ર ધ્વારા બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગની સમાંતર વૃક્ષોના છોડની રોપણી કરવામાં આવી હતી,જે પ્રશંસનીય બાબત છે,પરંતુ લાંબો સમય પસાર થતાં હાલના સમયમાં તમામ છોડ ઘટાદાર વૃક્ષોમાં પરિવતીૅત થઇ ગયા છે,અને તમામ વૃક્ષોની ડાળીઓથી આખો રસ્તો ધકાઇ ગયો છે,કેટલાક વૃક્ષના મુરીયા અને ડાળીઓ પણ સુકાઇ ગઇ છે,
જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી છે,અને તેજગતિના વાવાઝોડા વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગના સમાંતર આવેલા ઘટાદાર વૃક્ષ અને તેની ડાળીઓ અને નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપરના આવેલ કેલ્વીકુવા ગામ પાસેના વૃક્ષો ઉપર વીજળી પડતાં ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાઈ રહી છે,રાત-દિવસ ચાલતા વાહનવ્યવહારના કારણે વૃક્ષની ડાળીઓ ધરાશાયી થવાથી મોટી જાનહાનીની ઘટના બનવાની શક્યતાઓ જણાતા વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર બનતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે,જ્યારે વૃક્ષની ડાળીઓ વીજપુરવઠો પસાર થવાની લાઇન ઉપર પડતા સમયાૈ વીજપુરવઠો ખોરવાઇ જવાનું મુખ્ય કારણ હોવાનું સ્પષ્ટપણે જાણવા મળ્યું છે,અને ભુતકાળના સમયે વૃક્ષની ડાબા ધરાશાયી થવાથી કેટલાક રાહદારી ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે,તેવા સંજોગોમાં વનવિભાગ અને જવાબદાર લોકો ધ્વારા વહીવટી જરૂરી કાર્યવાહી કરીને વૃક્ષની ડાળીઓનું જરૂરિયાત પ્રમાણે તાત્કાલીક ધોરણે નિકંદન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
- ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ