જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ દ્વારા “ઘરે રહો સર્જનાત્મક રહો” અંતર્ગત ચિત્ર/પોસ્ટર અને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન ઓનલાઈન કરાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ) સંલગ્ન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ દ્વારા “ઘરે રહો સર્જનાત્મક રહો” અંતર્ગત ચિત્ર/પોસ્ટર અને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું હતું. જેના વિષયો કોવિડ-૧૯ થી બચવા શું કરવું, શું ન કરવું, વૈજ્ઞાનિક વાઈરલ મેસેજીસનું ખંડન, રોગ-પ્રતિકારિક શક્તિ વધારવાના નુસખાઓ, “ઘરે રહો સુરક્ષિત રહો” માટેના નવા સુત્રો, કોરોના યાદ્ધાઓ માટેના માસ્કોટની ડિઝાઈન વિગેરે હતા. ભરૂચ જિલ્લામાંથી વિદ્યાર્થી, શિક્ષકો અને નાગરિકો થઈને ૪૪૨ ચિત્ર સ્પર્ધા અને ૪૨ જેટલા એ શોર્ટ ફિલ્મમાં ભાગ લીધો હતો. વિજેતાઓની જાહેરાત ૨૩ એપ્રિલ ૨૦૨૦ એ વોટ્સએપ તથા ઈ-મેઈલ દ્વારા કરવામાં આવશે. વિજેતાઓને સર્ટીફિકેટ તથા પુરસ્કાર લોકડાઉન બાદ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, નવજીવન સંકુલ, પ્રિતમ સોસાયટીએ-૧ માંથી લેવાનું રહેશે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTભરૂચ જિલ્લામાં વધુ ૨ પોઝીટીવ કેસ નોંધાયા : ૨ દર્દીનું મરણ થયેલ છે
OLDER POSTચાસવડ ડેરીએ ૮૦૦૦ જેટલા દુધ- ઉત્પાદકોને માસ્ક અને એજન્ટોને સેનીટાઇઝરનું વિતરણ કયુૅ,

COMMENTS

Wordpress (0)
Disqus (0 )