બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગર ની વચોવચ આવેલ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને હારતોરા કાર્યક્રમ યોજાયો .

Spread the love
        
ડો.બાબા સાહેબ નો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ ના રોજ મધ્યપ્રદેશ ના મહુ પાસેના નાના ગામમાં રામજી માલોજી સકપાલ (મહાર)  અને માતા ભિમાબાઈને ત્યાં થયો હતો, ભીમરાવ એ રામજી માલોજી સકપાલ ના ૧૪ સંતાનો પૈકી છેલ્લું સંતાન હતું, ડો બાબા સાહેબ આંબેડકર નાં પિતા રામજી માલોજી સકપાલ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મધ્યપ્રદેશ નાં ઈન્દોર નજીક ના મહુ છાવણીમાં સેના માં મેજર સૂબેદાર તરીકે કાર્યરત હતા, ભીમરાવ નાં પિતા રામજી સક્પાલ હંમેશા બાળકો નાં શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન રાખતા હતા,સન ૧૮૯૪ માં રામજી સક્પાલ સેનાની સેવાઓ માંથી નિર્વુત થઈ ગયાં હતાં, સેવા નિવૃત્તિ બાદ બાળકો નું શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન રાખતા રામજી સક્પાલ એ ભીમરાવ ની ભણવા પ્રત્યે ની સવિશેષ રુચિ પારખી જતા તેમને મહારાષ્ટ્ર ના સતારા પાસે ની સરકારી સ્કુલ થી લઈને કોલંબસ યુનિવર્સિટી સહિત ની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી ઓ માં અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા, જેમાં વડોદરા સ્ટેટ ના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ ડો.ભિમરાવ આંબેડકર નાં અભ્યાસ અર્થે વિદેશ મોકલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી, અનેકવિધ ડોક્ટરેટની ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ કરેલ ડો.બાબા સાહેબ ને દેશની આઝાદી બાદ દુનિયા ની સૌથીમોટી લોકશાહી ના ભારતીય સંવિધાન સભાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી,૨ વર્ષ, અગીયાર મહિના અને અઢાર દિવસ ની મહેનતે ભારતીય સંવિધાન લખ્યું હતું.

ભારતીય સંવિધાન નિર્માતા, ગરીબ શોષિત, પીડિત, વર્ગ ના લોકો ના મહાન ચિંતા કરનાર અને દેશ ને સામાજિક સમાનતાની રાહ ચીંધનાર દુનિયા દુનિયા ની તમામ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર દુનિયા ના શ્રેષ્ઠ વિધાર્થીનું સન્માન મેળવનાર, વિશ્વ રત્ન અને આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧મી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગર સ્થિત ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને છોટાઉદેપુર જિલ્લા સામાજિક કાર્યકરો, રાજકિય આગેવાનો તેમજ અન્ય સામાજિક સંગઠનો સૌ સાથે મળીને દેશનાં વંચિત,પીડીત વર્ગ ને સંગઠીત રહેવા માટે નું સૂત્ર આપનાર મહામાનવ ભારતીય સંવિધાન નાં નિર્માતા ની પ્રતિમા ને સૌ સંગઠીત રહી ને ફુલહાર પહેરાવી ડો બાબા સાહેબ આંબેડકર અમર રહો,જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા ના નારા સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમ છોટાઉદેપુર જિલ્લા નાં સામાજિક કાર્યકર્તા વાલસિંહભાઈ રાઠવા એ જણાવ્યું હતું.

અજય જાની છોટાઉદેપુર

 
     
CATEGORIES
Share This
NEWER POSTરાજપીપળા જકાતનાકા નજીક GRD જવાનની મોટરસાયકલ સાથે ટ્રકે અકસ્માત કરતા જવાનને ઇજા થતાં ફરીયાદ નોંધાઇ
OLDER POSTકડાણા તાલુકા માં ટાયબલ સબ પ્લાન ( ટીએસપી)ની દસ ટકા રાજય કક્ષાના કામો ની ગ્રાન્ટ ની ફાળવણી માં ભેદ ભાવ ની નીતી સામે ભારે વિરોધ..

COMMENTS

Wordpress (0)
Disqus (0 )