છોટાઉદેપુર જિલ્લાના લગામી ગામે દેવોની પેઢી બદલવા માટે ની અનોખી પરંપરા વિધિ આસ્થાભેર સંપન્ન

Spread the love
        

         ગુજરાત રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં આદિ અનાદી કાળથી એક પરંપરા રહી છે. કે ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી દેવતા નાં ઘોડા તેમજ લાકડામાંથી  ઘડવામાં આવેલાં દેવ પ્રતીકો જૂનાં થઈ જાય તો જૂના દેવ પ્રતીકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો ભેગા મળી ને દેવ ની પેઢી બદલવાની આદિવાસી રીત રિવાજ પ્રમાણે વિધિ ઓ કરવામાં આવે છે જેનાં ભાગરુપે છોટાઉદેપુર જિલ્લાના લગામી ગામે બુધવાર ના રોજ વર્ષો જૂની આ પરંપરા મુજબ  ઘોડા અને દેવ પ્રતીકો બદલ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંહ ભાઇ પાણીબાર વાળા જણાવે છે કે અહીં ના આદિવાસી ઓ હંમેશા પ્રક્રુતિ પુજામા માને છે, ગામ માં માનવ સમુદાય સહિત ઢોરઢાંખર સૌ સાજા માજા રહે , ગામ માં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ સૌની તંદુરસ્તી સારી રહે તેવી માન્યતા અને આસ્થાઓ રાખી આદિવાસી સમાજ વારે તહેવારે દેવો તથા પોતાના ખત્રી પૂર્વજોનું ભારે આસ્થાભેર પૂજન વિધિ કરાતી હોય છે તે રીવાજો પૈકી ના આ પેઢી બદલવા માટે ની વિધિમાં ગામ ના દેવતાઓ તેમજ ખત્રી પૂર્વજોનું ભારે આસ્થાભેર પૂજન કરવામાં આવે છે.

          પેઢી બદલવા ની વિધિ વિશે જાણકારી આપતા છોટાઉદેપુર તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ અને લગામી ગામ ના રહેવાસી અને વીરપુર ગ્રામ પંચાયત નાં યુવા સરપંચ રાજેશભાઈ લગામી જણાવે છે કે લગામી ગામમાં દેવોની પેઢી બદલવાની કામ માં  છેલ્લા 9 દિવસથી જોતરાયા હતા. અને  જવારા વાવીને આઠ દિવસ ની પુજા વિધી કરી નવમા દિવસે અખાડો માંડવામાં આવે છે, સાગના લાકડામાંથી ગામમાં બિરાજમાન તમામ દેવી દેવતા નાં દેવ પ્રતીકો (જેને આદિવાસી ભાષામાં દેવ પ્રતીકો ખૂંટડા કહે છે) ઘડવાની અને રંગ રોગાન કરવાની કામગીરીમાં જોતરાયા હતા અને બુધવારના રોજ વિધિવત્ રીતે દેવો ની સ્થાપના કરવામાં આવી હતી. 

          જિલ્લા ના ઝોઝ વિસ્તારના લગામી ગામે દેવની પેઢી બદલાઈ હતી,જે ગામમાં દેવ સ્થાનો જૂના થઈ ગયા હતા અને ગામ નાં તમામ લોકો ભેગા મળીને દેવો ની પેઢી બદલવામાં આવી હતી છે, ત્યારે ગામની સીમમા બિરાજમાન તમામ આદિવાસીઓના દેવી દેવતા નાં ઘોડા ને ગણી ને કુંભાર ને  પાકી માટીના ઘોડા ઘડવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ વર્ષે દરમિયાન લગામી ગામનાં લોકો સામુહિક રીતે દેવ ની પેઢી બદલવાનો નિર્ણય લેતાં ગામનાં લોકો કુટુંબ દીઠ ફંડ ફાળો એકઠો કરીને 1 મહીના પહેલાં ઝોઝ ગામનાં દયાલ વરિયા ને 86 જેટલાં દેવી દેવતા નાં ઘોડા બાનાંવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.  અને અંદાજિત રૂ 5 લાખના ખર્ચે દેવોની પેઢી બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

                 બુધવાર ના રોજ લગામી ગામના આદિવાસી  લોકો દ્વારા મોટલા ઢોલ,ઢોલીયા, શરણાઇ,દદૂળી અને માંદળ નાં તાલે વાજતે ગાજતે જૂની પરંપરા મુજબ વિધિવત રીતે પૂજા વિધિ કરી દેવોની પેઢી બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને ગામલોકો એ નાચગાન ઢોલ નગારા સાથે પારંપરિક રીતના  પૂજા કરી ગામની પેઢી બદલવામાં આવી હતી અને સમગ્ર આદિવાસી સમાજમાં એક ઉત્સાહ નું વાતાવરણ બન્યું હતું.

          પ્રકારની વિધિ ઓ માટે દેવો નાં ખુટ, હિંડોળા, તોરણો, પાટલા,તેમજ દેવોનાં ઘોડા,ઘાબુ સહિત ની વસ્તુ ઓ બનાવવા માટે છેલ્લા એક મહિનાથી ગામ લોકો કામે લાગ્યા હતા.

          
સૌ સાજા માજા રહે તેવી આસ્થા ઓ સાથે લગામી ગામનાં લોકો આશરે રૂપિયા 5 લાખના ખર્ચે દેવો ની પેઢી બદલવામાં આવી .

બદલવાની ઉજવણી કાર્યક્રમ માટે ગામનાં અબાલ -વૃદ્ધ એક મહિના અગાઉ થી આદિવાસી પરંપરાગત વસ્ત્રો ની તૈયારીઓ કરી લીધી હતી.

ઉજવણી કાર્યક્રમ માટે આસ્થા સાથે ગામ માં ભારે આનંદ ઉત્સાહ જણાય રહ્યો હતો .ઢોલ, વાંસળી,ખળખળસીયા, તથા ઢોલિયા શરણાઇ અને દદુડી ના તાલે પુરી રાત‌ નાચકૂદ કરીને લોકો મજા લુંટતા હોય છે.

 
     
CATEGORIES
Share This
NEWER POSTરાજપીપળા દરબાર રોડ ખાતે પ્રેમ લગ્ન બાબતે બે પરિવારો વચ્ચે મનદુઃખ થતા મારામારી,09 વિરુદ્ધ સામસામી ફરીયાદ નોંધાઈ
OLDER POSTનર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )