છોટાઉદેપુર મા વર્ષ ૨૦૨૧ દરમિયાન અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનને કોલ દ્વારા ૧૫૦૦ જરુરિયાતમંદ મહિલા ઓ ને સહાયતા પહોંચાડી

Spread the love
        


ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભ યમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન છેલ્લા છ વર્ષ થી મહિલાઓ ને જરૂરિયાત ના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં અગત્યની કામગીરી કરી રહેલ છે. જી.વી.કે .ઇ .એમ .આર.આઇ દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે સુચારુ સંચાલન કરવામાં આવી રહેલ છે કોઈપણ મહિલા ના સારીરિક, માનસિક, આર્થિક, કે જાતીય પ્રશ્નો મા તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની દિશામાં મદદરૂપ બને છે ટ્રેઇન મહિલા કાઉન્સેલર દ્વારા પીડિત મહિલા ના પ્રશ્ન ને અસરકારકતા થી કાઉન્સિલગ દ્વારા હલ કરવામાં આવે છે અને પારિવારિક બિન જરૂરી તકરાર મા સમાધાન કરાવવામાં આવે છે પરતું ઘણા સમય થી હિંસાનો ભોગ બનનાર મહિલાને પોલીસ સ્ટેશનમા ફરિયાદ અપાવવી, આશ્રય અપાવવામાં આવી રહેલ છે કિશોરીઓ, યુવતીઓ, પરનીત મહિલાઓ કે સિનિયર સિટીઝન ને ૨૪*૭ વિનામૂલ્યે સેવા પહોચાડમા આવી રહેલ છે આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામ ના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધો, માનસિક અસ્વસ્થ વગેરે પ્રકાર ના મહિલા લક્ષી પ્રશ્નો નુ નિરાકરણ લાવવા ની દિશામાં કાર્યરત છે
વર્ષ ૨૦૨૧ દરમિયાન છોટાઉદેપુર જિલ્લા માંથી કુલ ૧૫૦૦ જેટલા મહિલા ઓ એ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ ,માર્ગદર્શન અને બચાવ માટે કોલ કરેલ હતા જેમાંથી ખુબ જ ગંભીર પ્રકાર ના ૪૩૨ જેટલા કેસમા સ્થળ પર પહોંચી અભ યમ રેસ્ક્યુ ટીમદ્વારા મદદ પહોચાડવામાં આવેલછે
વર્ષ દરમિયાન ૨૭૪ જેટલા કેસોમા સમાધાન કરાવવામાં આવેલ છે ૧૧૯ જેટલા મહિલાઓને પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ થયેલછે આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકારશ્રી ના અન્ય વિભાગો મા અને પરિવાર ને હેન્ડઓવર કરવામાં આવેલ છે
આમ તાત્કાલિક સમય મર્યાદામાં પીડિત મહિલાઓને મદદ પહોંચાડવાથી
અભયમ ગુજરાત ની મહિલાઓ ની સાચી સખી સાહેલી તરીકે દિન પ્રતિદિન વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત કરી રહેલ છે .

 
     
CATEGORIES
Share This
NEWER POSTકેવડિયા સ્ટેચ્યુ ખાતે ટીકીટ સ્કેન કરી છેતરપીંડી કરવાના ગુનામાં પકડાયેલા શખ્સના આગોતરા જામીન મંજુર કરતી કોર્ટ
OLDER POSTસંતરામપુર નગર માં કોરોના ની એનટરી થતાં સન્નાટો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )