છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામ ના શિક્ષીત અને જાગૃત યુવાનો દ્વારા જાગૃતતા અભિયાન શરૂ કરાયું.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કોરોના ને લઇને લોકો માં તરેહ તરેહની થઈ રહેલી ચર્ચા ઓ અને ખોટી ગભરાટ અને ખોટી માન્યતાઓ વિશે જાગરૂકતા લાવવા ના હેતુ થી પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાઢલી ના સહયોગથી પાણીબાર ગામ માં કોરોના વાયરસ અને ટેસ્ટીગ અને સારવાર તેમજ રસિકરણ બાબતે લોકો માં ખોટી ગભરાટ અને ખોટી માન્યતાઓ જેવી કે તપાસ કરાવે એટલે કોરોના નીકળે , કોરોનાએટલે દવાખાના વાળા લઇ જાય, દવાખાને લઇ જાય એટલે મરણ જ થઈ જાય,મરણ થાય એટલે ડેથબોડી નહીં આપે આવી બધી નકારાત્મક ચર્ચા ઓ ના લીધે લોકો શંકાસ્પદ કોરોના ના લક્ષણો જણાય તો પણ દવાખાને જવાનું ટાળતા હોય છે અને દવાખાના ની સારવાર નહીં લેવાના કારણે બિમારી ખુબ વધી જાય ત્યારે દવાખાને આવતા હોય ત્યાં સુધી માં ખુબ જ મોડું થઈ ગયું હોવાનાં કારણે માણસ નું મરણ થઇ જાય છે તો કેટલાક કિસ્સાઓમાં દવાખાને નહીં જવાનાં કારણે ઘરઘથ્થુ નૂસખા અને યોગ્ય સારવાર ન કરવામાં ના કારણે ઘરેજ મરણ પામ્યા ના કિસ્સા પણ મોટા પ્રમાણમાં બહાર આવ્યા છે, જેથી લોકો આવી ગેરમાન્યતાઓ માંથી બહાર નીકળી યોગ્ય તપાસ અને જરુરી સારવાર કરાવે તે હેતુથી ગામ માં છ જેટલી ટીમો બનાવી ને આખું ગામ કવર કરી ને સર્વેલંસ કરી ને શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિ ને જરુરી દવા ની કીટ તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને રાખવા ની થતી જરૂરી સાવચેતી અને કાળજી ઓ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
અહીં ખાસ ઉલ્લેખનીય છેકે ત્રણ હજાર ની વસ્તી ધરાવતા ગામ પાણીબાર માં માત્ર ૧૧ દિવસ જેટલા ટુંકા સમયમાં જ ૧૩ વ્યક્તિ ઓ ના વિવિધ કારણોસર મોત થયા છે જે ચિંતા ઉપજાવે તેવી વાત છે, અને જેનાં પગલે ગામના શિક્ષીત અને જાગૃત યુવાનો ના ગ્રુપ તથા આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દ્વારા આ સર્વેલંસ હાથ ધરાયું હતું.
પ્રેમાભાઈ રાઠવા સભ્ય પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ
અજય જાની/છોટાઉદેપુર

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTસાગબારા તાલુકાની ઘટના : દબાણ ને વશ માતા પિતા એ મોકલેલ સગીરા ને છોડાવતી અભયમ 181 મહિલા હેલ્પ લાઇન નર્મદા
OLDER POSTસંતરામપુર નગર માં થી કડાણા ડેમ આધારીત જુથ પાણીપુરવઠા યોજના હેઠળ ની પાઈપલાઈન પસાર થાય છે ને આ પાઈપલાઈન ઉપર નિયત અંતરે પ્રેસર વાલ્વ મુકેલ છે

COMMENTS

Wordpress (0)
Disqus (0 )