નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણી ઓનું નિરાકરણ લાવવા સરપંચ પરિષદ ને રજુઆત

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આવનારા દિવસોમાં સરકાર દ્વારા દરેક ગામે ગામ ના લોકો ને કોરોના વેક્સિન તથા અન્ય રસીકરણ યોગ્ય રીતે પાર પડે માટે આ કર્મચારીઓની માંગણીઓનું યોગ્ય નિરાકરણ લાવવા રજુઆત

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લાના વિવિધ આરોગ્ય કર્મચારીઓ એમ.પી. એચ.ડબલ્યુ,, Fhw.mphs સુપરવાઇઝર,એફ.એચ. એસ.ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ,લેબ ટેકનિશિયન જેવા ૩૫૦ થી વધુ કર્મચારી ઓ નર્મદા જિલ્લામાં જે સેવા આપી રહ્યા હતા એમની માળખાકીય સુવિધાઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને જેમણે વિશ્વ કોરોના મહામારીમાં નિસ્વાર્થ ભાવે દરેક ગામે ગામ ઘરે ઘરે જઈ પોતાની ફરજ બજાવી છે માટે આ લોકોને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવા જોઈએ,એમની જે માળખાકીય સુવિધાઓ છે, ગ્રેડ પે જેવા પ્રશ્નો છે એનું આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવી આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા સરપંચ પરિસદ ના પ્રમુખ નિરંજનભાઈ વસાવા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હોય, આવનારા દિવસોમાં તેમના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય મંત્રી કુમાર કારાણી ને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લા ના તમામ સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવશે કે આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા નર્મદા જિલ્લામાં હડતાળ પાડવામાં આવી હોય તેનું તાત્કાલિક સુખદ નિરાકરણ આવે અને એમને આવનારા દિવસોમાં વેકિસનની પ્રક્રિયા સરકાર દ્વારા દરેક ગામે ગામ ના લોકો ને કોરોના વેક્સિન તથા અન્ય રસીકરણ જે આપવામાં આવે છે તેમજ દર મહિને મળતી નાના બાળકોને આપવામાં આવતી રસીઓ અને સગર્ભા માતાને આપવામાં આવતી રસીઓ તેમજ આરોગ્યલક્ષી મેલેરિયા,ડેન્ગ્યૂ,ચિકન ગુનિયા જેવા અન્ય કાર્યક્રમો સાથે વિવિધ આરોગ્યલક્ષી કામગીરી આરોગ્ય કર્મચારી મારફતે કરવામાં આવે છે એ સરકારના દરેક પ્રોગ્રામમાં આરોગ્ય લક્ષી સેવાઓ માં આરોગ્ય કર્મચારી ઓ ખડે પગે હાજર રહે છે જેથી તેમની માગણીઓ સંતોષવામાં આવે અને આવનારા દિવસોમાં આરોગ્યલક્ષી કામગીરીને અસર ન પડે તે માટે આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓ નું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા સરપંચ પરિષદ ગુજરાત,નર્મદા ઝોન ના પ્રમુખ નિરંજન ભાઈ વસાવા એ જણાવ્યું છે.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTચાસવડ ડેરીની ચુંટણીમાં અપક્ષ ઉમેદવારે સહકાર પેનલને ટેકો જાહેર કયૉ
OLDER POSTનાની નરોલી ગામે ખેડૂત ની મંજૂરી વિના જેટકો કંપની એ હાઈ ટેન્શન વિજ પોલ ખેતરમાં ઉભો કરવાનો પ્રયાસ કરતા ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )