વડોદરામા દિવ્યાંગો માટે સાધન પસંદગી એસેસમેન્ટ કેમ્પ યોજાશે
Spread the love
જિલ્લા વહીવટીતંત્ર અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (જયપુર ફુટ સેન્ટર)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગોને કૃત્રિમ પગ, વ્હીલચેર, ટ્રાયસિકલ, બગલઘોડી, કેલીપર જેવા સાધનો લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. યોગ્ય સાધન પસંદગી માટે એસેસમેન્ટ કરવા અંગે કેમ્પ યોજવામાં આવશે. તા.૧૦ જાન્યુઆરી-૨૦૨૦ને શુક્રવારના રોજ સવારે ૯ કલાકે સમાજ સુરક્ષા સંકુલ, ઠક્કરબાપા હોસ્ટેલ સામે, પેન્શનપુરા, ઘેલાણી પેટ્રોલપંપ પાછળ, નિઝામપુરા રોડ, વડોદરા ખાતે રાખવામાં આવેલ છે. અસ્થિવિષયક દિવ્યાંગોને જરૂરિયાત હોય તે સાધનની નોંધણી કરાવવા વિકલાંગતા પ્રમાણપત્ર, આધાર -ચૂંટણી અને રાશનકાર્ડ સહિતના દસ્તાવેજોની નકલ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ સાથે આ કેમ્પમાં જઇ જરૂરિયાતમંદ દિવ્યાંગોને લાભ લેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વડોદરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
CATEGORIES રોજીદા સમાચાર