પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની લેખિત પરિક્ષા ઓ માટે ની તૈયારીઓ માટે શરું કરાયેલ નિઃશુલ્ક કોચિંગ ક્લાસ નો સમાપન કાર્યક્રમ યોજાયો.




બીરસા એજ્યુકેશન છોટાઉદેપુર અને જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની લેખિત પરિક્ષા માટે ની તૈયારીઓ નાં ભાગરૂપે શરુ કરવામાં આવેલ કોચિંગ ક્લાસ ના સમાપન કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એવી કાટકર તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી દીપક ચૌધરી, જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા તથા મહેન્દ્ર ભાઈ રાઠવા,વરશનભાઈ રાઠવા , લક્ષ્મણ રાઠવા સહિતના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લા નાં આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા ઉમેદવારો માટે બીરસા એજ્યુકેશન છોટાઉદેપુર અંતર્ગત જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર નાં સહયોગ થી ૨૬મી જાન્યુઆરી થી નિઃશુલ્ક રહેવા તથા જમવાની વ્યવસ્થા ઓ સાથે શરુ કરાય હતી તેઓને ૧૦ એપ્રિલ નાં રોજ લેખિત પરિક્ષા પૂર્ણ થતાં આજે સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એવી કાટકરે ઉમેદવારો ને શુભેચ્છાઓ પાઠવી આગળ પણ આ પ્રકારનુ અધ્યયન ચાલુ રાખવા જણાવ્યું હતું, કાર્યક્રમ નાં અંતે મેનેજમેન્ટ કમિટી નાં વાલસિંહભાઈ રાઠવા દ્વારા આ કલાસીસ શરું કરવામાં રહેવા માટે ની સુવિધા ઓ પુરી પાડનાર મમ્મા માર્ગરેટ ઓકિઆના સ્કુલ ના ટ્રસ્ટી શંકરભાઇ રાઠવા તથા સ્કુલ ના પ્રિન્સિપાલ સરીતાબેન ઓહરીયા ઉપરાંત ઉમેદવારો સાથે રાત દિવસ સાથે રહી વોર્ડન તરીકે સેવા ઓ આપનાર દંપતી અલ્પેશભાઈ રાઠવા તથા ચંપાબેન અલ્પેશભાઈ રાઠવા તથા સહયોગ કરનાર તમામ સેવાભાવી સાથીઓ નો તથા અહમ્ ભૂમિકા ભજવનાર સાથીઓ નો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર ભાઈ પોટીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
અજય જાની/ છોટાઉદેપુર