વડિયા,વાવડી ગામની શાળામાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સક્ષમ બિટિયા અભિયાન,ડેમો સ્કુલ પ્રોજેક્ટ હેઠળ કાર્યક્રમ યોજાયો

Spread the love
        

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : પિરામલ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં વડીયા પ્રાથમિક શાળા અને વાવડી પ્રાથમિક શાળામાં 1098 ચાઈલ્ડ લાઇન નંબર તેમજ સારો સ્પર્શ તથા ખરાબ સ્પર્શ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આપણે જાણીએ છીએ એ રીતે બાળકો ઘણી કપરી પરિસ્થિતિ માંથી પસાર થતા હોય છે.સમાજમાં બાળકો સાથે થતા અન્યાય અને અત્યાચાર દૂર કરવા માટે આવા જાગૃતિ કાર્યક્રમ ખૂબ સારી પહેલ બને છે.જે પિરામલ ફાઉન્ડેશનના ગાંધી ફેલો નયન પાટીલ અને યોગેશ ઘરટે દ્વારા યોજવામાં આવ્યો હતો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, ભારતમાં દરરોજ 109 બાળકો કોઈને કોઈ પ્રકારનું બાળ જાતીય શોષણનો સામનો કરે છે,આતો રજીસ્ટર કેસ છે જ્યારે અમુક કેસ ડરના કારણે નોંધાતા જ નથી તેથી બાળકોમાં તથા વાલીઓમાં આ વિષયે જાગૃતાની ઘણી જરૂર જણાતી હોય આવા કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો.

 
     
CATEGORIES
Share This
NEWER POSTકન્યા કેળવણી રથ દિયોદર ના લુદ્રા ખાતે આગમાન થતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું..
OLDER POSTરાજપીપળા દરબાર રોડ બહુચરમાતાના મંદિરમાં નંદી(પોઠીયો) ચમચીથી પાણી પીવાની વાતે ભક્તોમાં ભારે કુતુહલ જાગ્યું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )