વડોદરા ખાતે ઈ શ્રમ કાર્ડ,બ્લડ ડોનેશન કેમ્પ,મન કી બાત અને માન ઘન યોજનાના કાર્ડ કેમ્પ યોજાયો

Spread the love
        

આજ રોજ ઈ શ્રમ કાર્ડ, બ્લડ ડોનેશન કેમ્પ, મન કી બાત, અને માન ઘન યોજના ના કાર્ડ કેમ્પ યોજાયો, આજના આ કાર્યક્રમ ના મુખ્ય આયોજક વડોદરા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ સ્વામી અને ટીમ સહાય ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તેમજ બક્ષીપંચ મોરચાના શહેર કારોબારી સભ્ય શ્રી જયેશભાઈ મિસ્ત્રી ના નેજા હેઠળ એકદમ વ્યવસ્થિત અને કુશળ પૂર્વક આયોજન કરવામાં આવ્યું.

જેમાં બક્ષીપંચ મોરચો, ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ પ્રજાપતિજી , વડોદરા શહેર ના નિડર પ્રમુખ શ્રી ડૉ. વિજયભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડૉ. હિતેન્દ્રભાઈ પટેલ, શહેર ના મહામંત્રીશ્રીઓ સુનીલભાઈ સોલંકી, રાકેશભાઈ સેવક, ઉપપ્રમુખશ્રી નીલેશભાઈ રાણા, સ્મીતાબેન પટેલ, માજી મેયર ડૉ. જીગીશાબેન શેઠ , બક્ષીપંચ મોરચા ના પદાધિકારીશ્રીઓ- હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તાશ્રીઓ , જી વોલ્ટસ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપની વડોદરા નાં મેનેજીંગ ડાયરેક્ટર અરવિંદ ભાઈ ગઢવી જેવા મહાનુભાવો એ આવી ચાર ચાંદ લગાવી દીધા, આ કાર્યક્રમ માં લોકો એ ખૂબ ઉત્સાહ ભેર ભાગ લીધો,

આ કાર્યક્રમ હેઠળ સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ કઈ રીતે મળે તેની સમજ અને જાણકારી મેળવી તથા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા જરૂરિયાત મંદ દર્દી ઓ માટે બ્લડ ની અછત પૂરતી કરવા ખૂબ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી જેમાં યુવાન છોકરા છોકરીઓ એ ખૂબ ઉત્સાહ પૂર્વક બ્લડ ડોનેશન કર્યું.

 
     
CATEGORIES
Share This
NEWER POSTલાયન્સ કલબ પરીવાર દિયોદર ના હોદ્દેદારો ની વરણી કરાઈ,પ્રમુખ તરીકે જામાભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે લક્ષ્મણસિંહજી વાઘેલા વરણી.
OLDER POSTરાષ્ટ્રીય રસીકરણ દિવસે ખોડાઆંબા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન દ્વારા પોલિયો બુથનું ઉદઘાટન કરાયું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )