ભરૂચ શહેરના ગરીબ પરિવાર માંથી આવતા ધ્રુમિલે ક્રિકેટમાં નામ રોશન કર્યું

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ શહેરમાંની નવી વસાહત ખાતે એક નાના અને ગરીબ પરિવારમાં રહેતા અજય ભાઈ સોલંકી જેઓ નાની મોટી મજૂરી કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે ,એમના પરિવાર માં એમના દીકરા નામે ધ્રુમિલ ભાઈ સોલંકી જેઓ ક્રિકેટમાં સારી પ્રગતિ કરી રહ્યા છે ,જેઓ એ 2014 ની સાલ થી ક્રિકેટ ના ક્ષેત્રે એમના પિતા અનિલભાઈના સહકારથી ક્રિકેટ ક્ષેત્રે પોતાનું પદાર્પણ કરી ને શરૂઆત ભરૂચના રેલ્વે માં મેદાનથી શરૂઆત કરી અને તેમના આ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ થઈ રહી છે ,એમની રમત જેમાં તેઓ બેટિંગ અને બોલિંગ બંને માટે એમનો મહત્વનો રોલ અદા કરી રહ્યા છે ,એમને કરેલી મહેનત રંગ લાવી રહી છે એમને 10 -10 ઓવર ની મેચ માં બુંદેલ ખંડ તરફથી અંડર ૧૯ માં પસંદગી પામી તેમને દિલ્હી ખાતે બુંડેલ ખંડ અને હરિયાણા ની ફાઇનલ મેચમાં ઓલ રાઉન્ડ દેખાવ કરી ને પોતાની ટીમ ને જીત અપાવી અને ટૂંક સમય માં તેઓ ફરી જુનિયર ટીમ ફરી 13 રાજ્યો ની ટીમ ભાગ લઈ રહયા છે એના માટે તે રાજસ્થાન ખાતે જશે.હાલ તેઓ એમના વતન ભરૂચ ખાતે આજરોજ એમના નિવાસ સ્થાને એમને ભરૂચના કવિ કે.કે રોહિત ‘અફસોસ ઈખરવી’
તથા બીજા કવિ શ્રી જતીનભાઈ પરમાર અને સમાજના અગ્રણી શ્રી.કિરણભાઈ સોલંકી, તથા ભૃગુ સેવા મંડળના મહિલા અગ્રણી રશ્મિબેન ભીમડા અને રીટાબેન રોહિતે રૂબરુ મુલાકાત લઇ ધ્રુમિલને શુભ કામનાઓ પાઠવી છે. તેઓ ઉતરોતર હજુ પ્રગતિ કરી અને માબાપનું અને ભરૂચનું નામ રોશન કરે એ શુભેચ્છેઓ સાથે ધ્રુમિલને ફૂલહારો પહેરાવી બહુમાન કર્યુ હતું.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTપ્રેસ કલબ નર્મદા-રાજપીપળા આયોજીત દ્વિ-દિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ,હરીફાઈ યોજાશે
OLDER POSTNCC ના ADM જનરલ અરવિંદ કપૂરે જીતનગર NCC એકેડેમીની મુલાકાત લેતા NCC છાત્રોએ “ગાર્ડ ઓફ ઓનર” આપ્યું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )