જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  


જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે આજરોજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 180 જેટલા લાભાર્થીઓનુ સ્ક્રીનીંગ કરી 60 થી વધુ જેલકેદીઓ ને સામાન્ય તપાસ કર્યા જરૂરી સારવાર આપવામાં આવી હતી અને બાદ જરુરીયાતમંદ લાભાર્થીઓને ,ડાયાબિટીસ, મલેરીયા,સિકલસેલ, ટીબી, એચઆઇવી વગેરે ના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા તેમજ બ્લડ પ્રેશર વગેરે ની તપાસ કરવા માં આવી હતી, જેમાં જનરલ હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ડો.અનિલ ધાકડ, અર્બન હેલ્થ સેન્ટર ના ડો. ધર્મેશ રાઠવા સહિત તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

મેડિકલ ચેકઅપ ઉપરાંત જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા તમામ કેદી ભાઈઓ ને ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જ્યારે સિનિયર ડીઆર ટીબી- એચઆઇવી કો- ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા એ ટીબી રોગ જણાઈ તો માત્ર છ મહિના ની નિયમિત રીતે સારવાર લેવા થી ટીબી સંપૂર્ણ રીતે મટી શકે છે તેમ જણાવ્યું હતુ અને જો સારવાર લેવા માં ચૂક થાય ત્યારે નવ થી અગિયાર મહિના અથવા અઢાર થી વીસ મહિના સુધી ની લાંબી સારવાર લેવી પડે તેમ જણાવ્યું હતું.
અત્રે યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પ માં જિલ્લા ક્ષય કેન્દ્ર ના પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર કુલદીપસિંહ ગોહિલ તથા અશ્વિનભાઈ રાઠવા, પરેશભાઈ વૈદ્ય, મનહરલાલ વણકર તથા અર્બન હેલ્થ સેન્ટર ના આરોગ્ય સુપરવાઈઝર રાજુભાઈ રાઠવા, રાહુલ ઠક્કર સહિત આઇસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા સહિતના આરોગ્ય કર્મચારીઓ સેવાઓ આપી હતી.
સમગ્ર મેડિકલ ચેકઅપ કેમ્પ માટે ઇન્ચાર્જ જેલ સુપ્રિટેન્ડેન્ટ કલ્યાણસિંહ બારીયા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

અજય જાની/ છોટાઉદેપુર

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTસાગબારા તાલુકામાં પુત્રવધુને ઘરેલુ હિંસામાં અસરકારક કાઉન્સિલીંગ કરી સમાધાન કરાવતી અભ્યમ નર્મદા ટીમ
OLDER POSTનર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને એનેમીયા અંગે જાગૃત્ત કરાશે

COMMENTS

Wordpress (0)
Disqus (0 )