ભરૂચ જીલ્લા ના ઝગડિયા જીઆઇડીસી ની વિવાદિત કંપની સીકા ઇન્ડિયા લી. માં થતા શંકાસ્પદ ખોદકામ અને તેના નિકાલ બાબતે જીપીસીબી ના સભ્ય સચિવ ને થઇ ફરિયાદ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અગાઉ આ કમ્પની ને જમીન માં વેસ્ટ દાટવા બાબતે ક્લોઝર અને ૫૦ લાખ નો દંડ કરાયો હતો

ભરૂચ જીલ્લા ના ઝગડિયા જીઆઇડીસી માં આવેલ સીકા ઇન્ડિયા લીમીટેડ, નામની કમ્પની દ્વારા તેમના પરિસર માં થી જમીન માં દાટવામાં આવેલ વેસ્ટ ને ખોદકામ કરી તેને ટ્રકો ભરી બહાર નિકાલ કરવામાં આવી રહ્યા હોવા બાબત ની ફરિયાદ જીપીસીબી અંકલેશ્વર અને ગાંધીનગર ને સ્થાનિક પર્યાવરણવાદી સંસ્થા તરફથી કરવામાં આવી છે
આ અગાઉ પણ નવેમ્બર ૨૦૧૯ માં પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ફરિયાદ થઈ હતી કે સીકા ઇન્ડિયા લી. ના પરિસર માં અનેક જગ્યાએ પોતાના વેસ્ટ ને દાટવા માં આવે છે જે બાબતે જીપીસીબી ની તપાસમાં જણાયું હતું કે ત્યાં જમીન માં વેસ્ટ દાટવામાં આવ્યો હતો જેથી આ કમ્પની ને જીપીસીબી એ ક્લોઝર અને ૫૦ લાખ રૂપિયા નો દંડ કરવામાં આવેલ હતો
જ્યારે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા બીજી ફરિયાદ તારીખ ૧૪/૧૦/૧૯ ના રોજ કરી હતી જેમાં જીપીસીબી ને પત્ર લખી જણાવ્યું હતું કે તેમણે બનાવેલ સ્ટોર ના નીચે વેસ્ટ દાટવામાં આવ્યો હોવાની માહિતી/શંકા છે તો ત્યાં પણ તપાસ કરવા માંગણી કરી હતી જો કે ગઈ કાલ સુધી (એટલેકે એક વર્ષ થી વધુ સમય બાદ) એ જગ્યાએ કોઈ ખોદકામ કે તપાસ થઈ હોય તેવું કંઇ જણાયું નથી
આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળે જણાવ્યું હતું કે “અમોને સીકા ઇન્ડિયા લિ. દ્વારા થતા ખોદકામ અને તેના નિકાલ ની માહિતી મળી હતી અને સ્થળ પર જઈ જોતા જણાયું હતું કે JCB દ્વારા ખોદકામ થઇ રહ્યું છે (જેના ફોટા અને વિડીઓ અમારી પાસે છે) તેમજ આ ખોદકામ થી નીકળતા વેસ્ટ ટ્રકો દ્વારા બહાર નિકાલ કરાઇ રહ્યો હોવાની માહિતી પણ મળી છે આ બાબતે કમ્પની ના અધિકારીઓ કોઈ જવાબ આપવા તય્યાર થયા ના હતા અને જીપીસીબી પાસે આ બાબત ની કોઈ જાણકારી નથી જેથી અમોને શંકા જતા આ બાબતે તપાસ કરવા જીપીસીબી અંકલેશ્વર અને ગાંધીનગર ને લેખિત માં ફરિયાદ કરી છે.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTહળવદમાં કુદરતી હજાતે ગયા બાદ ૩૬ કલાક વીતવા છતાં યુવાન ઘરે પરત ના ફરતા પરિવારજનો ચિંતાતુર
OLDER POSTઅંકલેશ્વર ના પાનોલીની વોન્કસન્સ કેમિકલ્સમાં મૃત્યુ પામેલા કામદારના વળતર અંગે વિવાદ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )