નવરાત્રીના ગરબાનો સદુપયોગ ચકલીના માળા તરીકે કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ અને જેસીઆઈ, ભરૂચની અપીલ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નવરાત્રી મહોત્સવમાં આદ્યશક્તિની આરાધના માટીના ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રદ્ધા તરીકે માટીના ગરબાનું અનેરૂં મહત્વ છે.દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ હોય છે. આ માતાજીના ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીના આશીર્વાદ સૌને મળી શકે એટલા માટે માતાજીના ગરબામાંથી ચકલીનો માળો બનાવી ઘર આંગણે કે આસપાસ ના ઝાડ પર જો લટકાવવામાં આવે તો ચકલી તથા બીજા પક્ષીઓ તેમાં ધર બનાવી શકે અને જીવદયાનું કાર્ય થઈ શકે.
નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં કરીએ છીએ તે ગરબાને મંદિરમાં મુકવા જવાની પૌરાણિક શ્રદ્ધા છે, એવા સમયે ગરબાની ગરીમા અને પવિત્રતા જળવાય એ રીતે જો આ ગરબા ને વિર્સજનબાદ પણ નવસર્જન માટે ચકલીના માળા તરીકે ઉપયોગમાં લઈ શકાય.જુના મકાનો અને જગ્યાઓ ન રહેતા ચકલીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે. તેવા સંજોગોમાં આવા માળા બનાવવાની તાંતી જરૂરીયાત ઉભી થઇ છે.ચકલીઓ પોતે માળો બનાવતી નથી અને દિનપ્રતિદિન પર્યાવરણ ના પ્રદુષણ ના કારણે ચકલીઓ અકાળે મૃત્યુ પામે છે, તેથી તેઓને આવાસ આપવા માટે એક પવિત્ર સત્કાર્ય સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈ, ભરૂચ જેવી સંસ્થાઓ દ્વારા ચાલું કરવામાં આવ્યું છે.
સંસ્કૃતિ થી પ્રકૃતિ તરફ જવા અને વિર્સજન બાદ પુનઃ સર્જન માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રકૃતિ પ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે કે આ પવિત્ર સત્કાર્ય માં તેઓ સહયોગ કરી ચકલી જેવા અબોલ જીવ ને બચાવવામાં સહયોગી બને. આ સત્કાર્ય માં જેસીઆઈના પ્રમુખ જગદીશભાઈ પટેલ પ્રોજેક્ટ ચેરમેન દિશા ગાંધી, સંસ્કૃતિ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમા પટેલ, પ્રમુખ સંગીતાબેન ધોરાવાલા અને પ્રોજેક્ટ કો-ઓડિનેટર પ્રવિણભાઇ દવે એ સમગ્ર જવાબદારી ઉઠાવી છે.અને બીજા પ્રકૃતિ પ્રેમીઓ પણ આ કાર્ય માં સહયોગ કરશે.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTનમો મહિલા સંગઠન દ્વારા ગરીબ બાળાઓને નવરાત્રી દરમ્યાન ફ્રુટ વિતરણ કરાયું
OLDER POSTસોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા કોરોના જેવી બીમારી ને માત આપી ફરી લોક સેવા માં પરત ફરેલ તે પ્રસંગે કોંગ્રેસ પરિવાર તથા સમર્થકો દ્વારા હાર તોરા તથા અભિંવાદન કરેલ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )