પાનોલી ની પ્રાથમિક શાળા ને સન ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા શૌચાલય ની સુવિધા ઉપલબ્ધ કરાય

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

= પાનોલી ની સનફાર્મા કંપની દ્વારા રૂપિયા ૮ લાખ ઉપરાંત ના ખર્ચે શૌચાલય ઉપલબ્ધ કરાયા

પાનોલી જીઆઇડીસી ની સનફાર્મા કંપની દ્વારા પાનોલી ની પ્રાથમિક શાળાને ૮ લાખ ૨૫ હજાર ના ખર્ચે શૌચાલય ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેનું તાલુકા પંચાયત ના શિક્ષણાધિકારી ના વરદ હસ્તે શૌચાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું

પાનોલી જીઆઇડીસી ની સન ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા પાનોલી ગામ ની પ્રાથમિક શાળામાં કુલ ૧૦ યુરિનલ, તથા ૬ શૌચાલય, અને ૨ વોશબેઝીંન અલગ-અલગ કુમાર અને કન્યાઓ માટે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં કંપની દ્વારા બનાવી આપી શૌચાલય પ્રોજેક્ટ અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ ભાઇ પટેલ નાં વરદ હસ્તે પાનોલી ગામની પ્રાથમિક શાળા પાનોલી ને અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સન ફાર્માસ્યુટિકલ, જીઆઇડીસી પાનોલી નાં યુનિટ હેડ મહેશભાઈ ગજ્જર, સી.એસ.આર. વિભાગ ના જનરલ મેનેજર બ્રજેશ ચૌધરી, કોર્પોરેટ રિલેશન્સ ના ડેપ્યુટી જનરલ મેનેજર દિવ્યન્ત ઉભરાતવાલા તેમજ સેહજાદભાઇ બેલીમ અને શાળા પરિવાર ના શિક્ષકો અને શિક્ષીકાઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે શાળા નાં શિક્ષણ પરીવાર દ્વારા તાલુકા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ અને કંપનીના સીએસઆર અધિકારી ને ચિત્રણ ફોટો એનાયત કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આ અર્પણ કરાયેલો શૌચાલય પ્રોજેક્ટ ખુબ જ ઉચ્ચતમ ગુણવત્તા સાથે અત્રે ની શાળામાં અભ્યાસ કરતા ગામના બાળકો માટે સરકાર નાં સ્વસ્થ ભારત-સ્વચ્છ ભારત ની સમાજ ઉપયોગી ભાવના જેવી કંપની દ્વારા પહેલ કરી છે ત્યારે શાળા પરિવાર પાનોલી, એસએમસી પાનોલી, અને પાનોલી નાં ગ્રામજનો દ્વારા સન ફાર્માસ્યુટિકલ, નો આભાર વ્યક્ત કર્યો હતો.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTઆર્મ્સ એક્ટ , જુગાર , મારામારી , રાયોટીંગ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા ધારા હેઠળ અટકાયત કરતી ઉના
OLDER POSTહળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )