કોરોના સંક્રમણ વધતાં રાજપીપળા પોલીસે માસ્ક વગર ફરતા લોકોસામે પોલીસ ની લાલ આંખ પાસે એકજ દિવસ માં ૩૭ હજારનો દંડ વસુલ્યો

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજપીપળા : તા 15

નર્મદા જિલ્લામાં કોરોના ના કેસ વધતા નર્મદા પોલીસ પણ કડક બની
છે જેમાં નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ની સૂચના બાદ રાજપીપળા
પોલીસ ની ટીમે રવિવારે એકજ દિવસ માં માસ્ક વગર બિન્દાસ ફરતા
લોકો પણ બાઝ નજર રાખી લાલ આંખ કરી એકજ દિવસ માં
૩૭૦૦૦/-રૂપિયા નો દંડ ફટકાર્યો હતો.
જોકે અગાઉ લોકડાઉન માં પણ પોલીસ સતત ખડે પગે રહી લોકોની
સલામતી ખાતર કાયદાનો કડક અમલ કરાવતી હતી છતાં લોકો માં
જાગૃતિ ન આવતા હાલ સરકાર દ્વારા થોડીક છૂટછાટ મળતા કોરોના
વાયરસ ને ભૂલી બેફીકર બની લોકો ફરી બિન્દાસ બન્યા હોય જેના
કારણે જિલ્લામાં કોરોના ના કેસ વધતા રવિવારે રાજપીપળા પોલીસે
માસ્ક વગર ફરતા લોકો ને પકડી રૂ.૩૭૦૦૦/- નો દંડ ઠોકતા અન્યો માં
ફફડાટ જરૂર ફેલાયો હતો. ત્યારે પ્રજા પણ પોતાની જવાબદારી સમજી
કાયદાનો અમલ કરે એ સૌના સ્વાથ્ય માટે હિતાવહ છે.
કોરોના વાઈરસ નું સંક્રમણ અને કોવિડ -૧૯ ના કેસો હાલ વધતા
રાજપીપળા પોલીસ દ્રારા લોકો માં જાગૃતિ આવે અને લોકો
ફરજિયાત માસ્ક પહેરે એ બાબતે જાગૃતિ લાવવા ફરી આ અભિયાન
હાથ ધરાયુ છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTમોઝદા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન ફોરવીલર માં લઇ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપાયો.
OLDER POSTનર્મદામાં વધતા જતા કોરોના ના સંક્રમણ માટે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જવાબદાર !

COMMENTS

Wordpress (0)
Disqus ( )