રાજપીપળા નગરપાલિકાની તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને પછાડવા માટે જૂના સંનિષ્ઠ કાર્યકરોની હિલચાલ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


નગરના વિકાસને ખાડે લઇ જનાર નગરપાલિકા તેમજ પંચાયતની ચૂંટણીમાં હાલના ચૂંટાયેલા સદસ્યો ને ઘર ભેગા કરવા માટે ગણિત કાર્યકરોનું જૂથ એક થયું.
હોદ્દો લઈને બેસી ગયા પછી આ હોદ્દેદારોએ પ્રજાના કોઈ કામ નથી કર્યા.
આગામી ચૂંટણી ટાણે ભાજપમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

આગામી ડિસેમ્બરમાં રાજપીપળા નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. પણ છેલ્લા પાંચ વર્ષમાં નગર પાલિકાના વિકાસના કામો ના કરી તિજોરી તળિયા ઝાટક કરી નગરપાલિકાના વિકાસ ખાડે જતાં સત્તાધીશો સામે પ્રજામાં ભારે રોષ છે. એને ધ્યાને લઇને વર્ષોથી જેમને ભાજપને ઊભો કરવાનો ભોગ આપ્યો છે. અને કોંગ્રેસ શાસન વખતે પણ અનેક આંદોલનો કરેલા અને કેટલાકે પોલીસના ડંડા પણ્ ખાધા છે. તેમજ પાસામાં પણ જઈ આવ્યા હતા. અને રામ મંદિર બાંધવા માટે કારસેવા જેવા મુદ્દાને લઈને અયોધ્યા પણ ગયા હતા. તેવા કાર્યકરોની ઉપેક્ષા થઇ રહી છે, અને નવા કાર્યકરોની જે રીતે ના આગતા-સ્વાગતા કરીને હોદ્દા ઉપર બેસાડી દીધા, ત્યારે ભાજપને આગામી પાલિકા તેમજ પંચાયતની ચૂંટણીમાં ઘરભેગા કરવા માટે સંનિષ્ઠ કાર્યકરોનું જૂથ એક થઈ રહ્યું છે. હજી સુધી જિલ્લા ભાજપના નવા પ્રમુખ મહામંત્રીની વરણી કરાઇ નથી, તેનાથી પણ ભાજપ નું એક જૂથ નારાજ છે.
આ સંનિષ્ઠ કાર્યકરોના જણાવ્યા મુજબ ભાજપના સાંસદ,ધારાસભ્ય ન ચમચાગીરી કરે તેને રાતોરાત સંગઠન નો હોદ્દો આપી દેવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં આ ભાજપ સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો ભાજપને કેવા ભારે પડશે એ તો આવનાર સમય જ ખબર પડશે. કાર્યકરોના જણાવ્યા અનુસાર પક્ષમાં ટિકિટોની વહેંચણી પણ સંસદ ધારાસભ્યના સગાવાદ થી આપવામાં આવે છે. એમ એક જૂથ કાર્યકરે રોષ સાથે જણાવ્યું હતું, આમ આગામી ચૂંટણી ટાણે ભાજપમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકામાં ચૂંટણીની જાહેરાત થવાને બદલે વહીવટદારની નિમણૂક કરવા સરકારની વિચારણા
OLDER POSTયશસ્વી કંપનીમાં થયેલા અકસ્માત અંગે લોકસુનાવણીની બાબતમાં સૂચના..

COMMENTS

Wordpress (0)
Disqus (0 )