મન મંચ વિશેષ:…” ફી ઉઘરાવવાનો શોર્ટકટ માર્ગ એટલે ઓનલાઈન શિક્ષણ”…
હાલમાં કોરોનાવાયરસ ને કારણે રાજ્યમાં તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે કેટલી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ આ ઓનલાઇન શિક્ષણનો મુખ્ય હેતુ તો ફી ઉઘરાવવાનો છે ઓનલાઇન શિક્ષણમાં નિષ્ણાંતો દ્વારા સર્વે કરવામાં આવ્યું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ સક્રિય હોતા નથી ક્યાંકને ક્યાંક ઇન્ટરનેટ ની પણ સમસ્યા હોય છે ઘરમાં એક જ મોબાઇલ ફોન હોય છે આવી મુશ્કેલીમાં ઓનલાઇન શિક્ષણ વર્તમાન પરિસ્થિતિમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે ફી ઉઘરાવવાનું માધ્યમ બની ગયું છે હજી શાળા-કોલેજો 15 ઓગસ્ટ પછી શરૂ થવાની છે ત્યારે હાલમાં સમગ્ર રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ પ્રથા ચાલી રહી છે પરંતુ આ ઓનલાઇન શિક્ષણ પ્રથા માં જોઈએ એટલી સફળતા અને સક્રિયતા પ્રાપ્ત થઇ નથી આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો મોબાઇલ ફોન આંખો તેમજ કાન માટે હાનિકારક છે પરંતુ વર્તમાન સ્પર્ધાત્મક યુગમાં આજના મા-બાપ પોતાના સંતાનને સ્પર્ધામાં ટકાવી રાખવા માટે ગમે તે બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે અને એનો લાભ શૈક્ષણિક સંસ્થાઓ ઉઠાવી લે છે અને આમ ઓનલાઇન શિક્ષણના શોર્ટ કટ માર્ગથી આવી શૈક્ષણિક સંસ્થાઓ ફી ઉઘરાવવામાં સફળ થઈ જાય છે
મન મંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ