નેત્રંગમાં આરોગ્ય કમૅચારી કોરોનાની ઝપેટમાં,ગ્રામજનો ભયનો માહોલ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 • નેત્રંગમાં આરોગ્ય કમૅચારી કોરોનાની ઝપેટમાં,ગ્રામજનો ભયનો માહોલ,
 • રૂપનગર SRP કેમ્પમાં જવાનોના હેલ્થચેક દરમ્યાન સંક્રમણ થયાના અહેવાલ,
 • ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા,

નેત્રંગમાં આરોગ્ય કમૅચારી કોરોનાની ઝપેટમાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જણાઇ રહ્યો હતો, પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં આવેલા શ્રીજી ફળીયામાં રહેતા ભાડુઆત તરીકે રહેતા ભાગ્યેશભાઇ આઇ પટેલ (ઉ.30 મુળનિવાસી મુ.પો મોટી ધોલીડુંગરી તા.ધરમપુર જી.વલસાડ)એ વાલીયા તાલુકાના ડહેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પપસૅ હેલ્થવકૅસ તરીકે ફરજ કરે છે,વૈશ્વિક મહામારી કોરોના વાયરસે નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ રૂપનગર SRP કેમ્પના જવાનોને ઝપેટમાં લીધા હતા,તેમની આરોગ્યની તપાસણી કરી હતી,જે દરમ્યાન કોરોના વાયરસના લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવતા રિપોટૅ પોઝિટીવ આવ્યો હતો,બનાવની જાણ નેત્રંગ આરોગ્ય વિભાગના કમૅચારીઓને થતાં તાત્કાલિક નેત્રંગના ગાંધીબજારના શ્રીજી ફળીયામાં રહેતા ભાગ્યેશભાઇ પટેલને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અથૅ ખસેડવામાં આવ્યા હતા,જ્યારે તેમની સાથે ભાડુઆત તરીકે સાથે રહેતા એક શિક્ષક અને ગુંદીયા પ્રા.આરોગ્ય કેન્દ્રના એક કમૅચારીને નેત્રંગ તાલુકા મથકે આવેલ આદશૅ નિવાસી શાળામાં કોરોનટાઇન વોડૅમાં લઇ જવામાં આવ્યા હતા,

ઉલ્લેખનીય છે કે,નેત્રંગના અન્ય રહીશો કોરોનાના સંક્રમીત નહીં થાય તે માટે જવાબદાર અધિકારીઓ ગાંધીબજારના શ્રીજી ફળીયાને કંટેમેન્ટ ઝોન કરી દેવામાં આવ્યો હતો,જ્યારે નેત્રંગમાં કોરોના વાયરસનો કેસ પોઝિટીવ આવતા સમગ્ર તાલુકાજનો અને ગ્રામજનોમાં ભયની સાથે ચચૉનો દોર શરૂ થયો હતો.

 • ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી…..નેત્રંગ
 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTરાજ્યસભા ચૂંટણી મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા શંકરસિંહ વાઘેલા :મજબૂરીમાં દેહ વેપાર કરતી મહિલા કરતા ખરીદનાર વધુ દોષી હોય છે
OLDER POSTએસ.વી.આઇ.ટી., વાસદમાં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓનલાઇન પ્રોજેક્ટ એક્ઝીબીશન યોજાયું.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )