મોરબી જિલ્લા ઝળહળતું પરિણામ મેળવી હળવદની તક્ષશિલા વિદ્યાલયે ડંકો વગાડ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

30 વિધાર્થીઓએ 90% થી વધુ PR મેળવી તક્ષશિલા સ્કૂલની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા ટોપ ટેનમાં પાંચ પાટીદારપુત્રોનું પરફેક્ટ પરફોર્મન્સ

શાળાના પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબરે મેળવી ત્રણેય ખેડૂતપુત્રોએ ” જગતના તાત ” ઉક્તિને સાર્થક કરવા સંકલ્પ કર્યો .

*6 કલાક વાંચન + 1 કલાક એક્ટીવી =99.66 PR ગઢાદરા કિશન *

ગુજરાત બોર્ડનું SSC પરીક્ષાનું પરિણામ ગત વર્ષ કરતા ઘણું નીચું આવ્યું છે. પરંતુ હળવદની તક્ષશિલા વિદ્યાલયે ગત વર્ષ કરતા 6.7% વધુ પરિણામ મેળવવાનું ગૌરવ મેળવ્યું છે શાળાના 30 વિદ્યાર્થીઓએ 90 થી વધુ પી.આર મેળવ્યા છે અને 80 થી વધુ પી.આર મેળવનાર ની સંખ્યા અધધ —- 51 જેટલી છે. શાળામાં પ્રથમ ક્રમાંક મેળવનાર થાન તાલુકાના મનડાસર ગામનો વિધાર્થી તક્ષશિલા હોસ્ટેલ માં રહી ને અભ્યાસ કરે છે હળવદ નો જ વતની ઈટોદરા અજય અને પનારા મિત પણ કિશાનપુત્રો છે જેમણે સ્કૂલ સમય સિવાય છ – છ કલાકનું વાંચન કરી ભવ્ય પરિણામ મેળવ્યું છે. ટોપ ટેનમાં સ્થાન પામનાર માલવણીયા સાક્ષી અગાઉ ગુજરાત સરકાર ના રાજ્ય પરીક્ષા બોર્ડની સ્કોલરશીપ પરીક્ષામાં પણ ટોપર બનેલ હતી. તો પંચાસરા ભાવેશ , સોનાગ્રા દીપિકા અને વરમોરા ઋત્વિએ મહત્વના ટોપિક પર નોટ્સ બનાવી ધોરણ – 10 માં 98 થી પણ વધુ પી.આર મેળવી ડોક્ટર – એન્જીનીયર બનવાના સપના સેવેલા છે આ તકે તમામ વિધાર્થીઓને શાળા તરફથી ટ્રોફી અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

શાળાના પટાંગણમાં જ NEEE /JEE ની તૈયારી સાથે સાયન્સ , એકાઉન્ટ – સ્ટેટ ના ટ્યૂશન સાથે કોમર્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે આટર્સ વિભાગમાં પ્રવેશ મેળવી ધોરણ 12 ના પરિણામમાં પણ જ્વલંત સફળતા મેળવે તેવી શુભેચ્છા શાળા ના પ્રમુખ , ટ્રસ્ટી અને આચાર્યશ્રીએ વ્યક્ત કરી હતી

મયુર રાવલ હળવદ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTમાત્ર એકલદોકલ નહીં પરંતુ ઝમ્બો સંખ્યાનુ ઉચ્ચ પરિણામ લાવતી મહૅષિ ગુરુકુલ હળવદ
OLDER POSTત્રણ વર્ષ નો છોકરો રડતી હાલત મા મળી આવેલ હોઈ તેના વાલી વારસ ની શોધખોળ કરતાં તાત્કાલિક તેના વાલી વારસ ની શોધખોળ કરી પૂછપરછ કરી ખરાઈ કરી તેના પિતા ને સુપ્રત

COMMENTS

Wordpress (0)
Disqus (0 )